આ સમય છે દૂધ પીવા માટે બેસ્ટ, વધતું વજન પણ રહેશે કંટ્રોલ

By : juhiparikh 03:00 PM, 11 January 2018 | Updated : 03:00 PM, 11 January 2018
દૂધને તેના ફાયદાઓને કારણે કમ્પલીટ ફૂડ કહેવામાં આવે છે. દૂધમાં પ્રોટીન, ફેટ, કાર્બોહાઇડ્રેટની સાથે સાથે ઘણા વિટામિન અને મિનરલ પણ હોય છે જે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

આ ફાયદાઓને કારણે જ બાળકોને ડાયટમાં પણ દૂધ જરૂર આપવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ દૂધનું પૂરો ફાયદો મેળવવા માટે જરૂરી છે કે તેના પીવાના નિયમો અંગેની જાણકારી પણ હોય..

દૂધને લઇને સૌથી પહેલો સવાલ આવે છે કે તેને પીવાને સયમ કયો? તેણે દિવસમાં પીવું જોઇએ કે રાતે ? જો તમે પણ દૂધ પીવાના સમયને લઇને મૂંઝવણમાં છો તો જાણો આ વાત...

માનવામાં આવે છે કે દૂધનો સૌથી વધારે ફાયદો તેને રાતે પીવાથી મળે છે. દૂધમાં સેડેટિવ ગુણ પણ હોય છે. રાતે દૂધ પીવાથી તેમા રહેલા સેરોટોનિન મનને શાંત કરે છે અને સારી ઉંઘ મળે છે.

રાતે દૂધ પીવાથી શરીરને તેમાંથી જરૂરી કેલ્શિયમ લેવામાં સરળતા રહે છે.

મસલ્સ અથવા તો બોડી બનાવવા ઇચ્છો છો તો રાતે દૂધ પીવું જોઇએ. દૂધમાં રહેલું પ્રોટીન સૌથી ફાયદાકારક હોય છે. જો વજન વધારવા ઇચ્છો છો દિવસમાં દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે અને જો વજન ઓછું કરવું હોય તો રાતે દૂધ પીવું જોઇએ.

દૂધનો સૌથી વધારે લાભ ત્યારે જ મળે છે જ્યારે દૂધનું સેવન તમે અશ્વગંધા અને ત્રિફલાની સાથે કરો, જેનાથી ઉંઘ પણ સારી આવશે અને આંખોની રોશની પણ સારી રહેશે.

જો દૂધ પચાવવા માટે મુશ્કેલી પડી રહી છો તેનું સેવન સવારે કરવું જોઇએ. જોકે એક્સરસાઇઝ પછી સવારમાં દૂધ પીવાથી એસિડિટી થઇ શકે છે.

કેળા અને દૂધનો ઉપયોગ એકસાથે ન કરવો જોઇએ. માનવામાં આવે છે કે આ કરવાથી શરીરમાં ટૉક્સિન જમા થવા લાગે છે.

આર્યુવેદ અનુસાર, દૂધને મિલ્કશેકના રૂપમાં પીવું સ્વાસ્થ્ય માટે ઠીક નથી હોતું, દૂધમાં ખટ્ટા ફળ, કેળા, કેરી વગેરે ભેળવીને સેવન કરવું જોઇએ.Recent Story

Popular Story