મહેસાણા ખાતે રીક્ષા ચાલકોની હડતાલને પગલે મુસાફરો પરેશાન

By : kavan 09:14 PM, 12 February 2018 | Updated : 09:14 PM, 12 February 2018
મહેસાણામાં રીક્ષા એસોશિએશન દ્વારા હડતાલ પાડવામાં આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. ટ્રાફિક પોલીસ પરેશાન કરતી હોવાના આક્ષેપો સાથે રીક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતાં. ટ્રાફિક પોલીસ રીક્ષા સ્ટેન્ડ પર પડેલી રીક્ષાના ખોટા મેમા ફાડે છે. તો બીજી તરફ ટ્રાફિક પોલીસ શાખાના PSIનો સંપર્ક કરતા રીક્ષા ચાલકોની હડતાલ પાછળ બીજું જ કારણ દર્શાવ્યું હતું. 

સ્થાનિક PSIએ રીક્ષા એસોશિએશનના પ્રમુખ પર સીધો આક્ષેપ કર્યો હતો કે,પ્રમુખના પુત્રને મોટરસાઈકલ પર ત્રણ સવારીમાં પકડતા અને તેની પાસે કોઈ કાગળો પણ નહિ હોવાથી મેમો ફાડતા અંગત મામલાને હડતાલનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.તેમની આ વાત તદ્દન ગેરવ્યાજબી છે. જેનાથી મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે.

ઉલ્લેખનીય છે રિક્ષા એસોશિએશન હડલાત પર ઉતરી જવાને કારણે સ્થાનિકો તથા બહારથી આવતા મુસાફરોએ ભારે તકલીફ ભોગવવી પડી હતી જો કે તાજેતરમાં મળેલ જાણકારી પ્રમાણે હજૂ સુધી રિક્ષા ચાલકોએ પોતાની આ હડતાલ પરત ખેંચી નહોંતી.Recent Story

Popular Story