મુંબઇ: બોલિવુડમાં પહેલા રીલેશનશિપપછી ડેટિંગ અને પછી બ્રેકઅપના સમાચારા આવતા રહેતા હોય છે. હવે એક નવો મામલો સામે આવ્યો છે એક્ટર વરૂણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલનો.. રિપોર્ટ્સ અનુસારવરૂણ અને નતાશાની ગર્લફ્રેન્ડનુમ બ્રેકઅપ થઇ ગયુ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસારબંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યુ અને તેમના વચ્ચેની કડવાશ વધી ગઇ છે. કહેવાઇ રહ્યુ છે કેબંનેની વચ્ચે બ્રેકઅપ થઇ ગયુ છે. તમને જણાવી દઇએ કે નતાશા દલાલ એક ફેશન ડિઝાઇનર છે અને 'નતાશા દલાલ લેબલ' ફેશન ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ પોપ્યુલર છે.
ઉલ્લેખનીય છે કેવરૂણ અને નતાશા વર્ષોથી એકબીજાને ઓળખે છે. બોલિવુડમાં એન્ટ્રી કર્યા પહેલાથીજ વરૂણ ધવન અને નતાશાનું અફેર શરૂ થઇ ગયુ છે. નતાશા પણ ઘણી વખત વરૂણની સાથે ડિનર અને મૂવી ડેટ પર જોવા મળે છે. એટલું જ નહીં તેમના નજીકના લોકોના મેરેજથી લઈને વરુણના ફેમિલી પ્રોગ્રામ્સમાં પણ નતાશા હાજર રહેતી હતી.
કહેવાઇ રહ્યુ છે કેફિલ્મ 'જુડવા 2'ની સફળતા પછી વરૂણ પોતાની અપકમિંગ ફિલ્મ્સને લઇને બિઝી રહી રહ્યો છેવરૂણનો ફિલ્મી ગ્રાફ સતત વધી રહ્યો છેએવામાં વરૂણ હાલમાં પોતાના પ્રોફેશનલ કરિયર પર વધારે ફોક્સ કરી રહ્યો છે. કદાચ આ કારણોસર જ બંનેના રિલેશનશિપમાં ખટાશમાં આવી ગઇ છે.