બેડરૂમમાં હશે જો આ ચીજ તો દંપતિ વચ્ચે વધશે તણાવ

By : kavan 03:56 PM, 04 December 2017 | Updated : 03:56 PM, 04 December 2017
વૈવાહિક જીવન પ્રેમથી ભરપુર હોવુ જોઇએ.પરંતુ ઘરના બેડરૂમમાં  જો અમુક પ્રકારની વસ્તુ જો રાખવામાં આવેલ હોય તો તેને તાત્કાલિક અસરથી હટાવી દેવી જોઇએ. આ વસ્તુઓને કારણે નેગેટિવ ઉર્જાનું સર્જન થાય છે જે દાંમ્પત્ય જીવનમાં વિવિધ પ્રશ્નો ઉભા કરે છે.

- વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ બેડરૂમમાં દેવી-દેવતાઓની તસ્વીર કે મુર્તિ ના લગાડવી જોઇએ. આ  ધાર્મિક બાબતો પુજાઘર સાથે જ જોડાયેલ રહે તે વધુ અગત્યનું છે.
 
- ઘરના બેડરૂમની અંદર T.V,Computer જેવી ઇલેક્ટ્રોનિક ચીજ-વસ્તુઓ રાખવાથી દંપતિ વચ્ચે અણબનાવ વધે છે. આ ચીજ વસ્તુઓ સાથે અગ્નિ તત્વ જોડાયેલ છે તો આ વસ્તુઓ દંપતિ વચ્ચે તણાવ પેદા કરે છે.

- વાસ્તુશાસ્ત્ર મુજબ બેડની નીચે જુતા,ચપ્પલ અને અન્ય નકામી ચીજો ના રાખવી જોઇએ જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. અને જેના કારણે દાંપત્યજીવન પર નકારાત્મક અસર પડતી જોવા મળે છે.

-  બેડરૂમમાં હિંસક પશુઓના ફોટા અને મુર્તિઓ રાખવાથી જીવસસાથી વચ્ચે તણાવ ઉત્પન્ન થાય છે.

- વાસ્તુશાસ્ત્રમાં હંમેશા એક જ બેડ હોવો જોઇએ. એક રૂમમાં 2 બેડ અને બેડપર 2 ગાદલા રાખવા તે પણ પતિ-પત્નિના સંબંધ પર નકારાત્નક અસર ઉભી કરે છે.Recent Story

Popular Story