રાહત! ઓનલાઈન ગેસ સિલિન્ડર બુકિંગ પર મળશે રૂ. 5નું ડિસ્કાઉન્ટ

By : KiranMehta 11:02 PM, 14 November 2017 | Updated : 11:02 PM, 14 November 2017
હવે તમને ઘરે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડર પર મળી શકે છે રૂ. 5નું ડિસ્કાઉન્ટ. પરંતુ એક વાતનું ધ્યાન રાખો આ ઓફર એવા ગ્રાહકો માટે છે, જે ઓનલાઈન ગેસ બુકિંગ કરાવે છે. સાથે સારા સમાચાર એ છે કે આ ડિસ્કાઉન્ટ ઓફર સબસીડીવાળા ગેસ અને સબસીડી વગરના ગેસ સિલિન્ડર બંને પર છે.

આ મુદ્દે ઓઈલ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે કે, ઈન્ડીયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ પોતાના ગ્રાહકોને આ છૂટ આપશે. ગ્રાહકો ઓનલાઈન બુકિંગ સમયે નેટ બેંકિંગ અને ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકે છે. તમને મળતા ડિસ્કાઉન્ટની રકમ ગ્રાહકના ડિવાઈસ પર બીલ સાથે જોવા મળશે. 

સરકારે કેસલેસ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે ગેસ સિલિન્ડરના ઓનલાઈન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લીધો છે, જેથી ઈન્ટરનેટ અને પોન દ્વારા ગેસ બુકિંગ અને ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન મળે. તમારી જાણકારી માટે જણાવીએ કે, સબસીડી વગરના ગેસ સિલિન્ડરના ભાવ પર એક નવેમ્બરથી રૂ. 93 વધારી દેવામાં આવ્યા છે. મતલબ કે, હવે સબસીડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ 742 રૂપિયા થઈ ગયો છે. તમે હવે ઓનલાઈન પેમેન્ટ કરશો તો તમને તેમાં રૂ 5નું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે, આ સિલિન્ડર તમને 737 રૂપિયામાં પડશે. Recent Story

Popular Story