2018માં મોટા ધમાકા માટે તૈયાર JIO, શરૂઆતમાં મળશે 300GB ડેટા ફ્રી

By : krupamehta 03:11 PM, 13 February 2018 | Updated : 03:11 PM, 13 February 2018
નવી દિલ્હી: ટેલીકોમ સેક્ટરમાં તબાહી મચાવ્યા બાદ હવે જિયો ભારતમાં ઇન્ટરનેટ સેવાઓમાં ક્રાંતિ લાવવાની તૈયારીમાં છે. વર્ષ 2017ને પોતાના નામે કર્યા બાદ જિયો 2018 પણ નામ કરી શકે છે. હકીકત જિયો પોતાના લો કોસ્ટ બ્રોડબેન્ડ નેટવર્ક JioFiber ને લોન્ચ કરી ભારતમાં ઇન્ટરનેટ સેવાઓમાં ક્રાંતિ લાવી શકે છે. 

જ્યારે જિયોએ આક્રમક કિંમતો વાળા પ્લાન્સ ગ્રાહકોને આપવાનો શરૂ કર્યો ત્યારે તમામ ટેલિકોમ કંપરનીઓને પણ પોતાના રિચાર્જ પ્લાન્સ સસ્તા કરવા પડ્યા. આ તર્જ પર jioFiber આવવાથી બ્રોડબેન્ડ સેક્ટરમાં પણ ક્રાંતિ સંભવ છે. jioFiberમાં ગ્રાહકોને ઓછી કિંમતમાં હાઇ સ્પીડ બ્રોડબેન્ડ સેવા મળશે, જેમાં ડેટાની સ્પીડ 1gbps સુધી હશે. 

એક રિપોર્ટ અનુસાર આ સર્વિસનું લોન્ચિંગ તારીખ અત્યાર સુધી સામે આવી નથી. પરંતુ એને વર્ષની પહેલી ત્રિમાસિકના અંત સુધી લોન્ચ કરવામાં આવી શકે છે. 

હાલમાં જિયોફાઇબર બ્રોડબેન્ડ સર્વિસની ટેસ્ટિંગ દેશમાં આશરે 10 શહેરોમાં ચાલી રહી છે. કંપની સુરત, મુંબઇ, અમદાવાદ, વડોદરા, દિલ્હી એનસીઆર, હૈદરાબાદ અને જામનગર જેવા શહેરોમાં કેટલાક વિસ્તારોમાં બ્રોડબેન્ડ સેવાઓનું ટેસ્ટિંગ કરી રહી છે. 

ટેસ્ટિંગ દરમિયાન કંપની યૂઝર્સને 3 મહિના માટે પ્રતિ મહિના 100GB ફ્રી ડેટા આપી રહી છે. આ ઓફર જિયોફાઇબર પ્રીવ્યૂ ઓફર હેઠળ આપવામાં આવી રહ્યો છે. જો કે ઘારણા કરવામાં આવી રહી છે કે આ ઓફર વધી પણ શકે છે. Recent Story

Popular Story