રિલાયન્સ jio ફ્રી માં આપી રહ્યો છે 25GB ડેટા, આ યૂઝર્સને થશે ફાયદો

By : krupamehta 05:56 PM, 08 September 2017 | Updated : 05:56 PM, 08 September 2017
જો તમે પણ રિલાયન્સ Jioનું સિમ લેવા અને નવો મોબાઇલ ખરીદવા માટે વિચારી રહ્યા છો તો તમારા માટે મોટા સમાચાર છે, કારણ કે તમને ફ્રી માં 25 GB હાઇસ્પીડ ડેટા મળશે. જો કે આ ફ્રી ડેટા માટે કેટલીક શરતો પણ છે તો ચલો જાણીએ જિયો ઓફર માટે. 

હકીકતમાં રિલાયન્સ જિઓ અને ઘરેલૂ મોબાઇલ ફોન નિર્માતા ઇન્ટેક્સે પાર્ટનરશીપની જાહેરાત કરી છે. આ પાર્ટનરશિપ હેઠળ ઇન્ટેક્સના 4જી મોબાઇલ અને જિયો પ્રાઇમ યૂઝર્સને વધારે 25 જીબી સુધી એકસ્ટ્રે ડેટા મળશે. 

એના માટે 309 રૂપિયા અથવા એનાથી વધારે રિચાર્જ કરાવવું પડશે. 309 અથવા એનાથી વધારે રિચાર્જ પર દરેક વખત 5 જીબી એકસ્ટ્રા ડેટા મળશે. આ પહેલા ચાઇનીઝ મોબાઇલ નિર્માતા કંપની ઓપ્પોએ પણ જિયો સાથે પાર્ટનરશિપની જાહેરાત કરી હતી.  જે હેઠળ ઓપ્પોના મોબાઇલ અને જિયો યૂઝર્સને 60 જીબી એકસ્ટ્રા ડેટા મળી રહ્યો છે. 

ડેટા માટે ક્લેમ કરવા માટે માય જિયો એપમાં જાવ અને માય વાઉચર સેક્શનમાં જાવ. હવે રિચાર્જને કન્ફર્મ કરો. ત્યારબાદ તમે એક્સટ્રા ડેટા જોઇ શકશો. Recent Story

Popular Story