સરકારના પરિપત્રથી ખાનગી શાળાના શિક્ષકોમાં રોષ, જાણો - એવું શું છે પરિપત્રમાં

By : KiranMehta 05:59 PM, 12 October 2017 | Updated : 05:59 PM, 12 October 2017

વડોદરામાં રાજ્ય સરકારના પરીપત્રને લઈને સમગ્ર રાજ્યની ખાનગી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોમા રોષ જોવા મળ્યો હતો. આ પરિપત્રમાં શાળામાં અભ્સાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને જે ફરજો શિક્ષકોને સોંપવામાં આવી છે તેને લઈને ફરજ દરમ્યાન કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો છે. 

તેમા ખાસ કરીને શાળમા અભ્યાસ અર્થે આવતા વિદ્યાથેઓને રીક્ષા કે વાનમા બેસાડવાથી લઈને તેઓની સંપૂર્ણ સુરક્ષાનુ ધ્યાન શાળાના આર્ચાય અને સંચાલક મંડળે રાખવુ પડશે. ત્યારે આ પ્રકારના પરીપત્રને લઈને ખાનગી શાળના સંચાલકો અને શિક્ષકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાની મોટાભાગની ખાનગી શાળાના સંચાલકો અને શિક્ષકોએ હાથ પર પટ્ટી બાંધીને વિરોધ પ્રગટ કર્યો હતો અને શાળાના ગેટની બહાર કાળા વાવટા ફરકાવીને વિરોધ પ્રદર્શન કર્યો હતો.  
  • વડોદરામા ખાનગી શાળાના શિક્ષકોએ કર્યો વિરોધ
  • પરિપત્રને લઈને વિરોધ.
  • વિદ્યાર્થીની તમામ જવાબદારી સોંપી શિક્ષકોને 
  • શિક્ષકોએ કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધloading...

Recent Story

Popular Story