બેંક ગ્રાહકો પાસેથી સિક્કા લે, નહીં તો થઇ શકે છે કાર્યવાહી: RBI

By : krupamehta 11:34 AM, 16 February 2018 | Updated : 11:34 AM, 16 February 2018
મુંબઇ: નોટબંધી બાદથી જ દેશભરમાં સોમાન્ય લોકો સિક્કાની સમસ્યાથી પરેશાન થઇ રહ્યા છે. એમની પાસે રહેલા સિક્કાને બેંક લેવાની ના પાડી રહી છે તો બજીરમાં આ સિક્કાનું પૂર આવ્યું છે. આરબીઆઇના નિર્દેશો હોવા છતાં હજુ પણ ઘણી બેંકો સિક્કા લેવાની ના પાડી રહી છે. 

ત્યારબાદ ભારતીય રિઝર્વ બેંકે બેંકોવે ચેતવણી આપી છે કે ગ્રાહકો પાસેથી દરેક પ્રકારના સિક્કાનો સ્વિકાર કરવામાં આવે. આ નિર્દેશનું ઉલ્લંઘન થવા પર એમની વિરુદ્ધ કાર્યવાહી થઇ શકે છે. આરબીઆઇએ કહ્યું કે એમના દ્વારા બેંક શાખાઓમાં કાઉન્ટરો પર ગ્રાહકો પાસેથી દરેક મૂલ્ય વર્ગોના સિક્કા લેવાની સલાહ આપવા છતાં ફરીયાદ આવી રહી છે. 

આ ફરીયાદો અનુસાર ગ્રાહકોથી બેંકોમાં સિક્કા સ્વિકાર કરવાની ના પાડવામાં આવી રહી છે. આ કારણ છે કે નાના દુકાનદારો સિક્કા લેવા માટે ના પાડી હ્યા છે. એનાથી સામાન્ય લોકો પરેશાન થઇ રહ્યા છે. 

આરબીઆઇએ બેંકોને નિર્દેશ આપ્યો છે કે એ પોતાની દરેક બેંક શાખાઓને સિક્કા લેવાનો આદેશ આપે. શાખાઓમાં દરેક પ્રકારના સિક્કાનો સ્વિકાર કરવામાં આવે, ભલે એ ખાતામાં જમા કરવા જાય કે નોટની માંગ કરવામાં આવી રહી હોય.Recent Story

Popular Story