લંડનમાં એક સાથે વેકેશન માણી રહ્યા છે રણવીર અને દીપિકા!

By : krupamehta 03:35 PM, 11 September 2017 | Updated : 03:35 PM, 11 September 2017
મુંબઇ: ફિલ્મ પદ્માવતીના શૂટિંગમાંથી ફુર્સત મેળવીને રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લંડનમાં વેકેશન માણી રહ્યા છે. રણવીર સિંહ લંડનમાં એક લગ્નમાં પોતાના ડાન્સની ધમાલ મચાવતો જોવા મળ્યો તો બીજી બાજુ દીપિકા લંડનમાં શોપિંગ કરતી જોવા મળી. એટલે સ્પષ્ટ છે કે રણવીર સિંહ અને દીપિકા એક સાથે લંડનમાં છે. દીપિકા લંડનમાં શોપિંગ કરતી જોવા મળી. શોપિંગ સ્ટોરમાં એક ચાહકે એની સાથે ફોટો પડાવ્યો અને પછી સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરી દીધો. 

તો બીજી બાજુ રણવીર સિંહ પણ એ દરમિયાન લંડનમાં એક લગ્નમાં જોવા મળ્યો. તાજેતરમાં ડિનર ડેટ પર પણ આ સ્ટાર કપલ સાથે જોવા મળ્યા હતા. 

આ પહેલા મુકેશ અંબાણીના ઘરે થયેલા ગણેશોત્સવ સેલીબ્રેશનમાં પણ બંને જોવા મળ્યા હતા. પદ્માવતીના શૂટિંગમાં ખૂબ જ લાંબા સમયથી રણવીર અને દીપિતા વ્યસ્ત હતા. એ લોકોને જેવો સમય મળ્યો એવા લંડનમાં વેકેશન માણવા નિકળી પડ્યા. Recent Story

Popular Story