મુંબઇ: રણબીર કપૂર સ્ટાર સંજય દત્તની બાયોપિક લાંબા સમયથી ચર્ચામાં છે. દર્શ માત્ર ફિલ્મ જોવાને લઇને જ ઉત્સુક નહીં પરંતુ આ ફિલ્મના નામને લઇને એટલી જ ઉત્સુકતા છે. હેવા આ ફિલ્મનું નામ ઓફિશિયલ કરી દેવામાં આવ્યું છે અને જાણવા મળી રહ્યું છે કે સંજય દત્તની આ બાયોપિકનું નામ 'સંજૂ' હશે. એની સાથે જ ફિલ્મનું ટીઝર પણ આજે લોન્ચ કરવામાં આવ્યું છે.
ફિલ્મના ટીઝરમાં સંજય દત્તની જીંદગીના શરૂઆતના દિવસોને લઇને કરિયરમાં અત્યાર સુધીના ઊતાર-ચઢાવને દેખાડવામાં આવ્યા છે. ટીઝર ખૂબ જ જોરદાર અને આકર્ષક છે. ટીઝરની શરૂઆત સંજય દત્તનું યરવડા જેલમાંથી બહાર નિકળતી વખતની થઇ છે. જેલની બહાર નિકળતા જ સંજય દત્ત કહી રહ્યો છે કે લાઇફ સાપસીડીના બોર્ડ જેવું છે ક્યારેક અપ તો ક્યારેક ડાઉ. પછી સંજય દત્તના યુવા કિરદારમાં રણબીર એ દિવસોની વાત જણાવ છે જ્યારે સંજય ડ્રગ્સની લતમાં ફસાયો હતો. ટીઝરમાં એની લાઇફના ઊતાર ચઢાવ દેખાડવાનો જ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જેમાં બસસ્ટોપથી ભીખ માંગવાથી લઇને ન્યૂયોર્કની મોટી હોટલોમાં રહેવું અને જેલની કોઠરી સુધીમાં સમય વિતાવવાની કહાની કહેવામાં આવી છે.
ફિલ્મના ટાઇટલની વાત કરીએ તો એના માટે ઘણા નામની ચર્ચા ચાલી રહી હતી જેની પર મેકર્સે કન્ફર્મ પણ નહતું કર્યું અને ફગાવ્યું પણ નહતું. જો કે કહેવામાં આવી રહ્યું હતું કે દરેક લોકો ફિલ્મના નામને લઇને કન્ફ્યૂઝ હતા. એ લોકો એવા નામની શોધમાં હતા જે ફિલ્મ માટે સૌથી હિટ હોય.
મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે હિરાનીએ આ નામ કેમ રાખ્યું. વાસ્તવમાં સંજય દત્તની માં નરગિસ એને પ્રેમથી સંજૂ કહીને બોલાવતી હતી અને આ નામ નિર્દેશકને સૌથી નોન-કોમર્શિયલ અને ન્યૂટ્રલ લાગ્યું