રામ રહીમ બનાવવા માંગતો હતો બોમ્બ અને મિશાઈલ, મોત વરસાવતો હતો પ્લાન!

By : KiranMehta 07:05 PM, 21 September 2017 | Updated : 07:05 PM, 21 September 2017
જેલમાં બંધ રામરહીમ પર અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે. એક એવું ષડયંત્ર બેનકાબ થયું છે, જે 16 વર્ષ પહેલા જ ડેરાની અંદર રચવામા આવ્યું હતું, પરંતું આ ષડયંત્ર પાર નહોતું પડયું. તે સમયના એક પ્રતિભાશાળી વિદ્યાર્થીને પોતાના ચેલા ગણાવી રામ-રહીમ તબાહીનો તે સામાન હાંસલ કરવા માંગતો હતો, જે મોત વરસાવી શકે તેમ હતો. 

ગુરમીત રામ રહીમના ડેરામાંથી હથિયારોનો ખજાનો જપ્ત થયો, તો દરેક વ્યક્તિ આશ્ચર્યમાં હતી કે ખુદને સંત ગણાવતા આ રામ રહીમના આશ્રમમાં આટલી બંદૂકોની શું જરૂર પડી શકે? પરંતું તેનાથી આગળની સચ્ચાઈ સાંભળીને તો તમારા હોશ જ ઉડી જશે. કારણકે માત્ર બંદૂક જ નહીં, રામ-રહીમની તૈયારી તો તેનાથી ઘણી જ આગળ બોમ્બ અને મિસાઈલ્સનો ખજાનો તૈયાર કરવાની હતી.

જી હાં, સાંભળવામાં પણ અટપટ્ટુ લાગે પરંતું રામ રહીમના સેંકડો રાઝમાંથી એક આ પણ છે કે ખુદને મેસેન્જર ઑફ ગૉડ ગણાવતો આ પિશાચ તબાહીનું ષડયંત્ર રચતો હતો. વિચારી જૂઓ જરાક કે, તેનું આ ષડયંત્ર કામિયાબ થઈ જાત તો ન જાણે શું થઈ જાત? રામ રહીમના વિનાશલીલાવાળા આ પ્લાનિંગનો ખુલાસો કૈથલના રહેવાસી વ્યક્તિ વિરેન્દ્ર સિંહે કર્યો છે.. 
 • રામરહીમનો મોત વરસાવતો પ્લાન!
 • મિસાઈલ બનાવી બનવા માંગતો હતો `સુપરપાવર'
 • રામરહીમે રચ્યું હતું ખતરનાક ષડયંત્ર!
 • રાજકુમારની `તિરંગા' ફિલ્મનો ફેન હતો રામરહીમ
 • `ગેંડાસ્વામી'ની જેમ બનાવી રહ્યો હતો મિસાઈલ

રેપ કેસના આરોપી બાબા રામ રહીમનો અત્યાર સુધીનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. એક એવા ષડયંત્રનો ખુલાસો થયો છે. જે 16 વર્ષ પહેલા રચવામાં આવ્યુ હતું. તે સમયે રામ રહીમ એક પ્રભાવશાળી વિદ્યાર્થીને પોતાનો ચેલો બનાવીને તબાહીનો એ સામાન હાંસલ કરવા માંગતો હતો જે પોતાના ઈશારે મોતની વરસાદ કરે. બાબાના પોતાની જાતને સંત કહેનાર બાબાના આશ્રમમાંથી આટલા પ્રમાણમાં બંદૂકોને દુરૂગોળા ઝડપાયા, પરંતુ બાબા આટલેથી ન અટકતા  તેઓ બોમ્બ અને મિસાઈલ બનાવવાનો પ્લાન કરતા હતા. રામ રહીમની વિનાશ લીલાના ષડયંત્રની વાતનો ખુલાસો કેથલના રહેવાસી વીરેદ્રશસહે કર્યો છે. 

આ એ જ વ્યક્તિ છે જેણે 16 વર્ષ પહેલા શાળામાં પોતાની પ્રતિભાથી પ્રચાર શરૂ કર્યો હતો, અને તેના અબ્દુલ કલામે પણ વખાણ કર્યા હતા. ત્યાર બાદ રામ રહીમે પોતાના માણસોને તેની પાછળ લગાવી દીધા હતા. રામ રહીમે વિરેદ્રને પોતાની શાળામાં ખાસ દરજ્જો આપ્યે હતો. આ ઉપરાંત તેને કોઈ પ્રકારની રોક ટોક કરવામાં આવતી ન હતી. પરંતુ સવાલ એ થાય છે કે શાળાના નામે લાખોની ફી વસૂલતો રામ રહીમ વિરેદ્રને શા માટે મફત શિક્ષણ આપતો હતો. શું વિરેદ્રની મદદથી તે પોતાની મિશાઈલ બનાવવા માંગતો હતો? તેનો ફાયદો ઉઠાવવા માંગતો હતો કે પછી સરકાર સાથે ભવિષ્યમાં થનારી લડાઈની તૈયારીમાં હતો. ડેરાની પ્રવૃત્તિ અને પાખંડને કારણે તેની આંખ ખુલી ગઈ અને ગલભગ એક વર્ષમાં જ અલવિદા કહી ભાગી ગયો અને રામ રહીમનું સપનું માત્ર સપનુ જ રહી ગયુ. 
 • રામ રહીમને બનવું હતુ  
 • રામ રહીમની વિનાશ લીલાના ષડયંત્રની વાતનો ખુલાસા 
 • રામ રહીમ બનાવવા માંગતો હતો બોમ્બ અને મિશાઈલ 
 • 16 વર્ષ પહેલા રચવાનો હતો ષડયંત્ર 
 • કોણ હતો વિરેદ્ર નામનો વિદ્યાર્થી? 
 • રામ રહીમના સપના પર ફેરવાયુ પાણી 
 • માત્ર એક વર્ષમાં જ શાળાને અલવિદા કીધું 
 
 • રામ રહીમના સપના પર ફર્યુ પાણી
 • - રામ રહીમ બનાવવા માંગતો હતો બોમ્બ
 • - સરકાર સામે ભવિષ્યની લડાઈની તૈયારી કરતો હતો
 • - વિદ્યાર્થી પાસે મિશાઈલ બનાવા ઈચ્છતો હતો
 • - માત્ર એક વર્ષમાં વિદ્યાર્થી થયો ગાયબRecent Story

Popular Story