સુરતમાં પદ્માવતી ફિલ્મનો વિરોધ, રાજપૂત સમાજના લોકોએ યોજી વિશાળ રેલી

By : HirenJoshi 11:37 AM, 12 November 2017 | Updated : 11:37 AM, 12 November 2017
સુરતઃ પદ્માવતી ફિલ્મનો વિરોધ કરાયો હતો. રાજપૂત સમાજના લોકોએ વિશાળ રેલી યોજી ફિલ્મનો જોરદાર વિરોધ કર્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને પહ્નાવતી ફિલ્મ અટકાવવાની માંગ સાથે રેલી યોજાઇ હતી. 

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ પદ્માવતીમાં હિન્દુ સંસ્કૃતિને ખોટી રીતે દર્શાવવાની સાથે રાજપૂત સમાજને બદનામ કરવાનો પ્રયાસ હોવાના આક્ષેપ સાથે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ગાંધીનગરમાં મહાસંમેલનનું આયોજન કરાયું છે. સેકટર-11ના રામકથા મેદાનમાં મહાસંમેલન યોજાઇ રહ્યું છે. 1 લાખથી વધુ રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહેશે.

ક્ષત્રિય સમાજની દિકરી રાણી પદ્માવતીના ચરિત્રને લાંછન લગાવતી આ ફિલ્મનો વિરોધ કરવા માટે રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજ એકત્ર થઇ રહ્યો છે. સમાજના ઇતિહાસને તોડી-મરોડીને રજૂ ન કરે તે માટે સમાજનો અવાજ બુલંદ કરવાની તેમાં માગ કરાશે.Recent Story

Popular Story