રાજકોટ જી. પંચાયતની સભા તોફાની બની, અધિકારીઓ-સદસ્યો આવી ગયા આમને-સામને

By : KiranMehta 07:25 PM, 12 October 2017 | Updated : 07:25 PM, 12 October 2017
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા તોફાની બની હતી. અધિકારીઓ સદસ્યો આમને સામને આવી ગયા હતા. જિલ્લા પંચાયતની સભામાં રીનોવેશનના કામ બાબતે અધિકારીઓ દ્વારા બેદરકારી અને ગેરરીતિ આચરવામાં આવી હોવાના સવાલો ઉઠ્યા હતા, સામાન્ય સભામાં કોંગ્રેસના સદસ્યોએ સવાલો ઉઠાવી અધિકારીઓ સામે મોરચો ખોલ્યો હતો.

કોંગ્રેસના સદસ્યોએ રીનોવેશનના કામમાં કાર્યપાલક ઈજનેર સામે સવાલો ઉઠાવ્યા હતા. રૂ. 1.47 કરોડના કામમાં ગેરરીતિ કરવા અને અધિકારીઓ દ્વારા નિયમ મુજબ મંજૂરી વગર જ 59 લાખનું કામ કરાવી નાખ્યું હતું. Recent Story

Popular Story