રાજકોટ: કોંગ્રેસ કાર્યકોરએ MLA ગોવિંદ પટેલ પર ગંદુ પાણી ફેંકી કર્યો વિરોધ

By : KiranMehta 07:57 PM, 12 September 2017 | Updated : 07:57 PM, 12 September 2017
રાજકોટમાં વોર્ડ નંબર 13માંથી નીકળેલી નર્મદા યાત્રાનો કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ કરાયો હતો. જયાં કોંગ્રેસના કાર્યકરોએ નર્મદા યાત્રાને રસ્તા વચ્ચે રોકી ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ પર ગંદુ પાણી ફેંકી વિરોધ કર્યો હતો. 

કોંગ્રેસના કાર્યકરો સહિત વોર્ડ નંબર13ના રહીશોએ બેનરો લઇને ભાજપ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. "પહેલા ટેન્કર બંધ કરાવો નર્મદાનું પાણી આપો", "અમારા વિસ્તારને પાણી આપો, ખોટા તાયફા બંધ કરો "સહીત લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધમાં વોર્ડ નંબર13ના રહીશો, કોંગ્રેસના કાર્યકરો, કોર્પોરેટરો  જોડાયા હતા. 
  • MLA ગોવિંદ પટેલનો વિરોધ 
  • MLA પર ગંદુ પાણી ફેંકાયું 
  • નર્મદા યાત્રાનો વિરોધ  

 Recent Story

Popular Story