જીતુ વાઘાણી સાથે સમાધાન સંકટમાં? રાજપૂત સમાજના આગેવાન દાનસંગ મોરીનું નિવેદન

By : HirenJoshi 07:15 PM, 13 November 2017 | Updated : 07:15 PM, 13 November 2017
ભાવનગરઃ જીતુ વાઘાણી અને રાજપૂત સમાજના આગેવાન દાનસંગ મોરીનો વિવાદને લઈ નવો વળાંક આવ્યો છે. જીત વાઘાણી સાથેના સમાધાન મુદ્દે દાનસંગ મોરીનું નિવેદન આવ્યું છે. દાનસંગ મોરીએ જણાવ્યું કે વાઘાણીએ માફી નથી માગીએ રાજપૂત સમાજનો મામલો છે. વાઘાણીએ અમિત શાહના નિવાસસ્થાને મળેલી બેઠકમાં માફી માગી હતી.

સમાજના અગ્રણીઓની હાજરીમાં માફી માગી હતી. જેમાં જશા બારડની પણ હાજરી હતી. પરંતુ હવે જીતુ વાઘાણી ફરી ગયા છે. વાઘાણી ફરી વાર હવે મીડિયા સમક્ષ આવીને માફી માગે. જો તેઓ માફી નહીં માગે તો ફરીથી આંદોલન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રજપૂત સમાજ વચ્ચે સમાધાન થઈ ગયું તેવા સમાચાર મળ્યા હતા. ભાજપના અધ્યક્ષ અમિત શાહની મધ્યસ્થીના કારણે સમાધાન થયું હતું. 

રજપૂત સમાજે મોટી સંખ્યામાં એકઠા થઈને વાઘાણી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જીતુ વાઘાણીને પદ પરથી દૂર કરવા માટેની માગ કરી હતી.

વાઘાણી સામે રજપૂત સમાજે બુધેલ ગામની જમીન પચાવી પાડવાનો લગાવ્યો હતો આરોપ અને બુધેલ ગામના સરપંચ દાનસંગ મોરીને ખોટી રીતે ફસાવ્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ સમાધાન થઈ ગયાના સમાચાર હતા. પરંતુ હાલ જીતુ વાઘાણી સાથેના સમાધાન મુદ્દે દાનસંગ મોરીએ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે જીતુ વાઘાણી મીડિયા સમક્ષ આવીને માફી માગે તેવી માગ કરી છે.Recent Story

Popular Story