ભાવનગર શહેર માં આજ સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે આજે બપોર ના 12 વાગયા થી મુશળધાર વરસાદ વરસવાનો શરૂ થયો છે અને અત્યાર સુધી માં 3 ઇંચ જેવો વરસાદ ખાબક્યો છે ભાવનગરના વિવિધ વિસ્તરો માં પાણી ફરી વળ્યાં છે અને હાઇવે ઉપર ધોળા દિવસે અંધારા જેવો માહોલ થયો છે લાંબા સમય ના વિરામ બાદ આ પ્રકારે વરસાદ વરસતા લોકો ખુશ થયા છે ભાવનગરના નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાયા છે તો કેટલાક સર્કલો માં પણ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલી માં મુકાયા છે
ભાવનગરમાં આજે બપોરે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો બપોરે 1 થી 4 ના સમયમાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને દિવાસ દરમયાન કુલ 107 મિમિ વરસાદ ખાબક્યો હતો અને ઠેરઠેર પાણી ભરાયા હતા ભાવનગર ઉપરાન્ત તળાજા અને ઘોઘામાં પણ 2 થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
જરૂરિયાતના સમયે જ વરસાદ આવી જતા ખેડૂતો ખુશ થયા હતા આજે સવારે ધીમીધારે શરૂ થયેલો વરસાદે બપોરે રોદ્ર રૂપ ધારણા કર્યું હતું અને 3 કલાક માં 3 ઇંચ પાણી પડ્યું હતું નીચાણવાળા વિસ્તારો જળબમ્બાકાર થયા હતા તળાજામાં બપોર બાદ ભારે વરસાદ થયો હતો અહીં 49 મી મી પાણી પડ્યું હતું જયારે ઘોઘામાં 70 મિમિ વરસાદ નોંધાયો હતો ભાવનગરના મહુવામાં 19 મિમિ વરસાદ નોંધાયો હતો