રાહુલ ગાંધી આજથી ત્રણ દી' ગુજરાતમાં,જાણો તેમનો પ્રવાસ

By : kavan 10:53 PM, 04 December 2017 | Updated : 10:35 AM, 05 December 2017
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપ અને કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવીને પ્રચાર કરી રહ્યા છે અને ગુજરાતમાં ઠેક-ઠેકાણે ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે ત્યારે હાલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે હતા ત્યારે આજથી કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.

રાહુલ ગાંધી મંગળવારથી સળંગ ત્રણ દિવસ માટે કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં જનસભાઓ ગજવી ચૂંટણીસભાઓ ગજવશે.

રાહુલ ગાંધી કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચાર કરવામાંટે થઇને જંગી જનસભાને સંબોધવાના છે. 

રાહુલ ગાંધી પોતાના આજથી શરૂ થતાં ગુજરાત પ્રવાસમાં તેઓ કેટલાક સ્થળો પર રેલી પણ યોજવાના છે. તો કચ્છના અંજાર ખાતે કચ્છની જનતા સાથે સીધો સંવાદ પણ કરવાનાં છે તેવી માહિતી નજીકના સુત્રો દ્વારા મળી હતી.
 
રાહુલ ગાંધીનો આજનો પ્રવાસ નીચે મુજબ રહેવાની શક્યતા છે.
 • 12:30 કલાકે ગાંધીધામ એરપોર્ટ પર થશે આગમન
 • 1 વાગ્યે અજાર ટાઉન હોલ ગ્રાઉન્ડ ખાતે જનસભા
 • 2:20 વાગ્યે ગાંધીધામ થી રવાના મોરબી ( ચોપરમાં)
 • 3 વાગ્યે મોરબીમાં પાર્ક પાર્ટી પ્લોટમા  જન સભા 
 • 4 વાગ્યે મોરબીથી ધ્રાંગધ્રા ( ચોપર)
 • 4:45 વાગ્યે ધ્રાંગધ્રા જનતા કોલન ફેકટરીમાં ગ્રાઉન્ડ જનસભા
 • 5:45 ધ્રાંગધ્રાથી બસ મારફતે વઢવાણ 
 • 7 વાગ્યે વઢવાણ ગર્વમેન્ટ સાયન્સ કોલેજ જન સભા
 • પ્રથમ દિવસે રાત્રી રોકાણ સુરેન્દ્રનગર ખાતે

  6ઠ્ઠી તારીખનો પ્રચાર કાર્યક્રમ
   
 • 6ઠ્ઠી તારીખે 12 વાગ્યે નાંદોદના ગુડેશ્વર ખાતે જાહેરસભા  
 • 1-00 વાગ્યે ડાંગ જવા થશે રવાના  
 • 1-30 વાગ્યે આહવાના શાંતિનિકેતન નજીક જાહેરસભા યોજશે  
 • 2-30 વાગ્યે નિહાર જવા થશે રવાના  
 • બપોરે 3 વાગ્યે સોનગઠના દેવજીપુરા ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા  
 • 4 વાગ્યે તાપી જવા રવાના  
 • 4-30 વાગ્યે સુમૂલ ડેરીના મેદાનમાં જાહેર સભા  
 • 5-30 વાગ્યે યાત્રાબસ દ્વારા બારડોલી જવા રવાના  
 • સાંજે 6 વાગ્યે બારડોલી ખાતે સ્વાગત  
 • 6-45 વાગ્યે કડોદરા ખાતે સ્વાગત  
 • વડોદરા ખાતે રાત્રિરોકાણ કરશે  Recent Story

Popular Story