અંજાર ખાતે રાહુલ ગાંધીનું સંબોધન, મોદીજી ફક્ત કોંગ્રેસની જ વાત કરે છે ભવિષ્યની નહીં

By : HirenJoshi 02:43 PM, 05 December 2017 | Updated : 03:33 PM, 05 December 2017
કચ્છઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલગાંધી ફરી વખત ગુજરાતના ત્રિ-દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધી અંજાર પહોંચ્યા છે. કચ્છી પરંપરાથી રાહુલ ગાંધીનું સ્વાગત્ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી ઉંટ ગાડીમાં બેસી સભાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં નાની બાળાઓએ તિલક કરી તેમનું સ્વાગત્ કર્યું હતું.

રાહુલ ગાંધીનું અંજાર ખાતે સંબોધન
 • ખેડૂતનું દેવું માફ કરવું એ ભાજપની પોલીસી નથી: રાહુલ
 • મોદીજી ફક્ત કોંગ્રેસની જ વાત કરે છે: રાહુલ
 • મોદીજી ભવિષ્યની વાત નથી કરતા: રાહુલ
 • સરદાર પટેલના નામે હેલ્થકાર્ડ અમારી કોંગ્રેસ સરકાર આપશે: રાહુલ
 • 25 લાખ મકાનો બનાવી અમે ગુજરાતની પ્રજાને આપીશું: રાહુલ
 • છોકરીઓ માટે ફ્રીમા શિક્ષણની સુવિધા કરવામાં આવશે: રાહુલ
 • મોદીજીની જેમ રૂ. 15 લાખનો વાયદો હુ નહીં કરી શકુ: રાહુલ
 • આ ચૂંટણી કોઈ પક્ષ કે વ્યક્તિ માટે નથી: રાહુલ
 • આ ચૂંટણી ફક્ત ગુજરાતની પ્રજાના ભવિષ્ય માટે: રાહુલ
 • ગુજરાતમાં શું શું બદલાવ લાવવો છે તે મને સામન્ય જનતા પાસે થી જાણવા મળ્યું: રાહુલ
 • લોકોને કોંગ્રેસ સરકાર વધુમાં વધુ રોજગારી આપશે: રાહુલ
 • ગુજરાતની પ્રજા સામે કોંગ્રેસ પણ નાનું છે: રાહુલ
 • ભાજપ નર્મદાની વાતો કરે છે પણ ગુજરાતની પ્રજાને પાણી નથી મળતું: રાહુલ
 • કચ્છની જમીનો મોટી કંપનીઓને આપી: રાહુલ
 • કોંગ્રેસે સમગ્ર દેશમાં 35 હજાર કરોડના ખર્ચે મનરેગામાં ખર્ચ કર્યા: રાહુલ
 • આ ઈલેક્શન ગુજરાતની જનતા માટે છે: રાહુલ
 • અમારો મેનિફેસ્ટોમાં ગુજરાતની પ્રજાનો અવાજ છે: રાહુલ
 • ગુજરાતની પ્રજાએ મને ઘણું બધું શીખવ્યું: રાહુલ
 • સુરતના વેપારીઓ, ખેડુતો, વિદ્યાર્થીઓ વગેરે લોકો પાસેથી મને શીખવા મળ્યું: રાહુલ
 • અમે મોદીજીની જેમ  મન કી બાત નહીં કરીએ અમે તમારી વાત સાંભળવા આવીશું: રાહુલ

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના વિમાનને અંજાર એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી ન મળતા રાજકીય માહોલ ગરમાયો હતો. જયાં કોંગ્રેસના નેતા શક્તિસિહં ગોહિલે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપના ઇશારે રાહુલના  વિમાનને અંજાર ઉતરવા ન દેવાયું. વધુ લોકો ઉપસ્થિત રહેતા ભાજપના પેટમાં તેલ રડાયું હતું.

પ્રવાસના નિર્ધારિત કાર્યક્રમ મુજબ રાહુલ ગાંધી 5 તાખીખથી 7 તારીખ સુધી ગુજરાતમાં પ્રવાસ કરશે. રાહુલગાંધી આજે ગુજરાત પ્રવાસ દરમિયાન કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારો સાથે જનસંપર્ક કરશે અને ઠેર ઠેર જનસભાઓને સંબોધન કરશે. પ્રથમ દિવસનું રાત્રિરોકાણ પણ સુરેન્દ્રનગર ખાતે જ કરશે. 

પોતાના 6 તારીખના બીજા દિવસના કાર્યક્રમ દરમિયાન તેઓ ફરી વખત દક્ષિણ ગુજરાતને ધમરોળશે. 6 તારીખે તેઓ નર્મદાના નાંદોદથી પ્રવાસની શરૂઆત કરશે. ત્યારબાદ તાપી, બારડોલી અને કડોદરામાં રેલી અને સભાઓ યોજશે. બીજા દિવસના અંતે તેઓ વડોદરા ખાતે રાત્રિરોકાણ કરશે.Recent Story

Popular Story