નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કર્ણાટકના ચાર દિવસની મુલાકાતનો આજે અંતિમ દિવસ છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોને કોંગ્રેસના પક્ષમાં મતદાન કરવા માટે રાહુલ રણભૂમિ તૈયાર કરી રહ્યા છે. રાહુલ આજે બસાવાકલ્યાણ સ્થિત અનુભવા મંટપા જશે. આ સિવાય રાજ્યના પ્રોફેનશલ અને વેપારીઓ સાથે સંપર્ક કરશે. કર્ણાટકમાં આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની છે. રાજ્યની સત્તા પર કોંગ્રેસને ટકાવી રાખવા રાહુલ તમામ પ્રયાસ કરી રહ્યા છે.
મહત્વનું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની ચાર દિવસની કર્ણાટક યાત્રા દરમિયાન તેઓ ગુજરાતના ચૂંટણી પ્રચારની જેમ મંદિરોના પણ દર્શન કરવાના કરી રહ્યા છે. રાહુલ પોતાની સોફ્ટ હિંદૂ છબિને કાયમ રાખવા માગે છે. એટલે તેઓ ધાર્મિક સ્થાનોની પણ મુલાકાત લઇ રહ્યા છે.