ફરી વાર રાહુલ ગાંધીએ પાટણના બંસી કાઠીયાવાડી ઢાબા પર ભોજનનો આસ્વાદ માણ્યો. બંસી ઢાબામાં રાહુલ ગાંધી સહિત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. જયાં રાહુલે કાઠીયાવાડી ભોજનની જયાફત ઉઠાવી રહ્યા હતા.
એવી પણ શકયતાઓ છે કે રાહુલ ગાંધી એક કોમનમેનની છબી ઉપસે તે દિશામા પ્રયાસ કરે છે જેના ભાગ રૂપે આ સમગ્ર ઘટનાને જોવામા આવી રહી છે. જો કે અલ્પેશ ઠાકોરે કહ્યુ હતુ કે તેઓ પહેલેથી કોમનમેન જ છે અને ઢાબામાં જમવા આવેલ એક યુવતી સાથે સેલ્ફી લીધી હતી.
સેલ્ફી લેવા જતા એક મુસ્લીમ યુવકનો મોબાઇલ નીચે પડી જતા તેણે મોબાઇલ ઉઠાવીને આપ્યો હતો. સાથે અલ્પેશ ઠાકોર પણ હતા. આમ રાહુલ ગાંધીનો એક સાદગીભર્યો વ્યવહારવને કોંગ્રેસી કાર્યકરો તેમજ આગેવાનોમાં આકર્ષણનું કેદ્ર બનવા પામ્યો હતો.