મંત્રીનો નવતર પ્રયોગ,"ટોસ" ઉછાળીને પ્રાધ્યાપકોને આપ્યું પોસ્ટિંગ

By : kavan 08:38 PM, 13 February 2018 | Updated : 08:38 PM, 13 February 2018
પંજાબની એક કોલેજમાં મંત્રીએ ઉમેદવારોને પોસ્ટિંગ આપવાનો નવો આઇડિયા અપનાવ્યો છે.પોલીટેક્નિક કોલેજની ખાલી પડેલી સીટનો મામલો હતો.જેને બધાએ એન્જોય કર્યો.કારણ કે પોસ્ટિંગની પસંદગી અલગ જ અંદાજમાં કરવામાં આવી.

શિક્ષકોની પસંદગી મેરિટના આધારે નહી પરંતુ સિક્કાને ઉછાળીને કરવામાં આવી છે.પંજાબના શિક્ષણમંત્રી ચરનજીત ચન્નીએ સિક્કો ઉછાળીને શિક્ષકોની પસંદગી કરી છે.મંત્રીએ નવા ભરતી થયેલા 37 શિક્ષકોની નિયુક્ત લેક્ચરર સાથે પ્રથમ પોસ્ટિંગ માટે પોતાની ઓફિસ બોલાવ્યા હતા. 

આ સમયે એક જ પોસ્ટ માટે બે શિક્ષકો હોવાથી મંત્રીએ સિક્કો ઉછાળીને એક શિક્ષકની પસંદગી કરી હતી.ચરનજીત ચન્ની પોતાની વિવિધ યુકિતઓના કારણે ચર્ચામાં રહેતા હોય છે.ત્યારે એકવાર ફરી તેમની આ યુક્તિથી તેઓ ચર્ચામાં આવી ગયા છે.  



Recent Story

Popular Story