પાટણમાં મંત્રી કરે તે પહેલા કોંગ્રેસે કરી દીધુ લોકાર્પણ, મચ્યો હોબાળો

By : HirenJoshi 12:02 PM, 13 October 2017 | Updated : 12:02 PM, 13 October 2017
પાટણઃ પાટણમાં તાલુકા પંચાયતમાં લોકાર્પણ કાર્યક્રમમાં હોબાળો મચ્યો હતો. મંત્રી દિલીપ ઠાકોરની હાજરીમાં હોબાળો થયો હોવાની ઘટના સામે આવી છે. મંત્રી દિલીપભાઈના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ કાર્યક્રમમાં મંત્રી લોકાર્પણ કરે તે પહેલા જ કોંગેસે લોકાર્પણ કરી દીધુ.

કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોને પ્રવેશ ન અપાતા સમગ્ર ઘટના સર્જાઈ હતી. પોલીસને જાણ થતા જ ઘટના સ્થળે આવી પહોંચી હતી. કોંગ્રેસના 25 જેટલા કાર્યકરોની અટકાયત પણ કરી હતી.Recent Story

Popular Story