સિંગલ છે ઇન્ટરનેટ સેન્સેશન પ્રિયા પ્રકાશ, આ કારણથી નથી રિલેશનશિપમાં

By : juhiparikh 02:27 PM, 13 February 2018 | Updated : 02:27 PM, 13 February 2018
વેલેન્ટાઇન ડે પહેલા મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ ખૂબ જ ચર્ચામાં છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલી મલયાલમ ફિલ્મ 'ઉરૂ આદર લવ'ના ગીત 'માનિક્ય મલારાયા પૂવી'માં પ્રિયાએ પોતાના એક્સપ્રેશનથી બૉય્ઝને પોતાના ફેન્સ બનાવી દીધા છે, પ્રિયાના ફેન્સ માટે એક ખુશખબરી છે. પ્રિયા હજુ સિંગલ છે. સોશ્યલ મીડિયા પર પ્રિયાએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.આ માટે નથી તેણે બોયફ્રેન્ડની જરૂર:

પ્રિયાએ થોડા દિવસો પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શૅર કર્યો હતો, જેમાં તેમે લવર પોઝ આપ્યો હતો. આ સાથે જ પ્રિયાએ કેપ્શનમાં લખ્યુ છે કે, 'Why need a boyfriend when u have such an amazing girl squad'. આ કેપ્શનની સ્પષ્ટ થાય છે કે 18 વર્ષની પ્રિયા હજુ સુધી સિંગલ છે, આ ફિલ્મ 3 માર્ચના રિલીઝ થશે.

પ્રિયાની છે ડેબ્યૂ ફિલ્મ:
મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરની આ ડેબ્યૂ ફિલ્મ છે. 18 વર્ષની પ્રિયાની સુંદરતાના સોશ્યલ મીડિયા પર વખાણ થઇ રહ્યા છે. પ્રિયા કેરલના ત્રિશૂરની રહેવાસી છે. આ દિવસો ત્રિશૂરની વિમલા કૉલેજથી બી.કૉમ ભણી રહી છે. 'ઉરૂ આદર લવ' ફિલ્મને ઉમર લૂલૂએ ડિરેક્ટ કરી છે. ઉમર ડિરેક્ટરે આ ફિલ્મનો રાઇટર પણ છે અને શાન રહેમાને ફિલ્મનું મ્યૂઝિક આપ્યુ છે. 

ફિલ્મનું આ સોંગ એટલુ સરસ રીતે શૂટ કરવામાં આવ્યુ છે કે તમને સ્કૂલના દિવસોની યાદ આવી જશે. આ જ કારણથી મલયાલમ આ સોંગ તમામ લોકોને આકર્ષિત કરી રહ્યુ છે.


 Recent Story

Popular Story