રોહિંગ્યા મુદ્દે 51 બુદ્ધિજીવીઓનો વડાપ્રધાનને ખુલ્લો પત્ર

By : krutarth 11:03 PM, 12 October 2017 | Updated : 11:03 PM, 12 October 2017
નવી દિલ્હી : રોહિંગ્યા શરણાર્થીઓનાં મુદ્દે દેશની તમામ ક્ષેત્રોની પ્રખ્યાત હસ્તિઓ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં કેન્દ્ર સરકાર પાસે મ્યાનમારમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રોહિંગ્યા શરણાર્થીઓને પાછા તેમનાં દેશમાં પરત નહી મોકલવા માટેની અપીલ કરવામાં આવી છે. 

આ ખુલ્લા પત્રમાં મ્યાંમારમાં રોહિંગ્યા વિરુદ્ધ થઇ રહેલ હિંસા અને અત્યાચારોનો હવાલો ટાંકતા વડાપ્રધાન મોદીને અપીલ કરવામાં આવી કે તેમને ભારતમાં રહેવા દેવામાં આવે. આ પત્રમાં પ્રખ્યાત વકીલ પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, સાંસદ શશિ થરૂર, પુર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદંમ્બરમ, એક્ટિવિસ્ટ તીસ્તા શીતલવાડ, પત્રકાર કરન થાપર, સાગરિકા ઘોષ, અભિનેત્રી સ્વરા ભાસ્કર સહિત કુલ 51 હસ્તીઓએ હસ્તાક્ષર કર્યા છે.

જેમાં કહેવાયું છે કે, મ્યાનમારનાં રખાઇન પ્રાંતમાં અમાનવીય ઘટનાઓ બની રહી છે. આપણા પાડોશી દેશ પણ બાંગ્લાદેશ પણ આશરે 4 લાખ શરણાર્થીઓની સમસ્યા સામે જજુમવા છતા પણ તેમનાં ઓપરેશન ઇન્સાનિયતનાં પગલું સરાહનીય છે.Recent Story

Popular Story