શેમ્પુ ચોકલેટ ન્યુટ્રિશન ડ્રિન્ક્સ અને કંડેસ્ડ મિલ્કના ભાવમાં આવતા અઠવાડિયા સુધીમાં 5- 15%નો ઘટાડો જોવા મળશે. આ વાત ડાબર અમૂલ અને ગ્લેક્સોસ્મિથક્લાઈન કન્ઝ્યુમર જેવી અગ્રણી કંપનીઓએ જાહેર કરી છે. ડાબરના ચીફ એક્ઝિક્યુટિવએ જણાવ્યું ''અમારા શેમ્પૂના ભાવની કિંમત ઓછામાં ઓછી 5% ઘટાડીશુ. અમે એન્ટ્રી લેવલ પેક્સનો માલ વધારે ઉતારીશું. ચીજો ખરીદતા પહેલા કિંમતને ધ્યાનમાં રાખતા ગ્રાહકોને વધુને વધુ આકર્ષવાની કોશિશ કરીશું.''
દેશની સૌથી મોટી ડેરી ફર્મ અમૂલે જણાવ્યું કે તે કંડેન્સ્ડ મિલ્ક અને ચોકલેટ્સના ભાવમાં 5થી 10%નો ઘટાડો કરશે. અમૂલના એમ.ડીએ જણાવ્યું ''અમને આશા છે કે આનાથી કંઝમ્પશન વધશે અને આ કેટેગરીનો ગ્રોથ સુધરશે.'' આ જ રીતે GSKએ જણાવ્યું કે GST સ્લેબમાં કરેલા ફેરફાર મુજબ હોર્લિક્સના વિવિધ પેકેટ્સના ભાવમાં પણ ઘટાડો થશે. GSK કન્ઝ્યુમરના એમ.ડીએ જણાવ્યું ''અમારી પ્રોડક્ટ્સ વધારે એફોર્ડેબલ થઈ જશે જેનો ફાયદો અમે ગ્રાહકોને આપીશું.''
શુક્રવારે GST કાઉન્સિલમાં શેમ્પૂ ડિટર્જન્ટ ચૉક્લેટ્સ કંડેસ્ડ મિલ્ક ન્યૂટ્રીશન ડ્રિંક્સ કન્ફેક્શનરી ડિયોડ્રન્ટસ અને કોસ્મેટિક્સ પર ટેક્સ ઘટાડીને 18% કરવાનો નિર્ણય કર્યો છે. તેના પર 24-28% સુધી ટેક્સ લાગતો હતો. કંપનીઓએ જણાવ્યું કે ડિસ્ટ્રિબ્યુટર અને રિટેલ ચેનલોમાં ઉપસ્થિત સ્ટોક વેચાઈ જશે પછી જ કિંમતો ઘટાડવામાં આવશે. કિટકેટ ચોકલેટ મિલ્ક મેડ કંડેન્સ્ડ મિલ્ક અને પોલો કન્ફેક્શનરી બનાવનારી પેકેજ્ડ ફૂડ્સ ફર્મ નેસ્લેના પ્રવક્તાએ જણાવ્યું GST સાથે જોડાયેલા ભાવઘટાડાનો લાભ ગ્રાહકોને પહોંચાડવા માટે નેસ્લે ઈન્ડિયામાં યોગ્ય પગલા ભરશે. માર્કેટમાં નવી કિંમતવાળો માલ આવવામાં થોડો સમય લાગશે.
આયુર્વેદિક પ્રોડક્ટ્સ બનાવનાર પંતજલિના પ્રવક્તાએ જણાવ્યુ કે જે કેટિગરીમાં GST રેટ્સ ઘટાડવામાં આવ્યા છે તેનો ભાવ ઘટાડવાની પ્રક્રિયા અમે શરૂ કરી દીધી છે. હમણા નવી કિંમત વાળા ઉત્પાદનોને ગ્રાહકો સુધી પહોંચાડતા પહેલા કેટલીય ચેનલ્સ અને પ્રોસેસમાં અમારે કામ કરવું પડશે. હિન્દુસ્તાન યૂનીલિવરના પ્રવક્તા જણાવ્યું કે એ નક્કી કરી રહ્યા છે કે આ ઉત્પાદનોની કિંમતમાં કેટલો ઘટાડો કરવો. ડવ સાબુ અને રિન ડિટર્જન્ટ બનાવનારી HUL એ જુલાઈ અને સપ્ટેમ્બર ક્વાર્ટર્સમાં ભાવ 4% સુધી ઘટાડ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમણે કેટેગરી પર પડનારી અસરને બદલે નેટ લેવલ પર કોસ્ટ બેનિફિટ્સ જોતા આ કિંમત ઘટાડી હતી. HULએ જણાવ્યું હતું જો ડિટર્જન્ટ પાવડરને 28%થી 18%ના સ્લેબમાં લાવવામાં આવશે તો કંપની તેમાં પણ તત્કાલિન ભાવ ઘટાડી નાંખશે.
દેશની સૌથી મોટી ડિટરજન્ટ બ્રાન્ડ 'ઘડી' વેચાનાર આર.એસ.પી.એલના પ્રેસિડન્ટે જણાવ્યુ કે ''અમે નવા પ્રોજેક્ટ્સના વજન વધારી દઇશું જેથી 10% પ્રાઈઝ કટની અસર જોવા મળશે. માર્કેટમાં જે સ્ટોક પહેલેથી પહોંચી ગયો છે તેના પર બેનિફિટ આપવા માટે અમે કોઈ પ્રકારની પ્રમોશન ઑફર લાવી શકીએ છીએ. ''