ભચાઉ અને રાપરની 28 બેઠકો માટે 7 મતદાન મથક પર યોજાયું મતદાન

By : kavan 03:54 PM, 17 February 2018 | Updated : 03:54 PM, 17 February 2018
પૂર્વ કચ્છના બે શહેર ભચાઉ અને રાપર સુધરાઈની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી ભચાઉ નગરપાલિકા વોર્ડ નં. 1થી 7 માટે 29 બૂથ તૈનાત કરાયા છે. ભચાઉમાં ૭ વોર્ડમાં ભાજપના ૨૮ કોંગેસના ૨૭ અને એક અપક્ષ ઉમેદવાર માટે મતદાન યોજાયું હતું.

જયારે વોર્ડ નંબર ૭ ના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે,બીજી તરફ રાપરમાં પણ સાત વોર્ડની 28 બેઠકો માટેનો મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી,તે પૈકી ભાજપના સાત અને કોંગ્રેસના પાંચ ઉમેદવારો બિનહરીફ થતાં 28માંથી 12 બેઠક બાદ થઈ છે. બાકીની 16 સીટ પર હરીફ પક્ષો જંગ ખેલી રહ્યા છે. બંને મથકો પર પોલીસ બંદોબસ્ત પૂરતો રખાયો છે. Recent Story

Popular Story