શિવ"રાજ" : સિંધિયાને કોલેજમાં બોલાવનાર પ્રિંસિપલની હકાલપટ્ટી

By : krutarth 10:43 PM, 12 October 2017 | Updated : 10:52 PM, 12 October 2017
ઇંદોર : મધ્યપ્રદેશ જિલ્લાનાં મુંગાવલી ખાતે શાસકીય મહાવિદ્યાલયનાં પ્રાચાર્ય બી.એળ અહિરવાલને માત્ર એટલા માટે હકાલપટ્ટી કરવામાં આવી કારણ કે તેમણે કોલેજનાં કાર્યક્રમમાં ક્ષેત્રીય સાંસદ જ્યોતિરાદિત્ય સંધિયાને બોલાવ્યા હતા. સંસદીય ક્ષેત્રનાં કોલેજમાં જવાનો સંપુર્ણ હક છે અને કોલેજનાં કાર્યક્રમમાં જવાનું પસંદ નથી, કારણ કે તેઓ સાંસદ તો છે પરંતુ કોંગ્રેસનાં નેતા છે. 

ક્ષેત્રીય સાંસદને કાર્યક્રમમાં બોલાવનારા પ્રાચાર્ય અહિરવારની હકાલપટ્ટીનાં આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, તેમના પર કાર્યવાહી કોંગ્રેસનાં નેતાઓ આવવાનાં કારણે કરવામાં આવી. અહિરવારે ગુરૂવારે કહ્યું કે સંધિયા મહાવિદ્યાલયનાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યાર બાદનાં દિવસે મારી હકાલપટ્ટીનો આદેશ કરવામાં આવ્યો હતો. 

અહિરવારે કહ્યું કે, મારી હકાલપટ્ટીનો આદેશ આપવામાં આવ્યો છે, તેમાં સિંધિયાનું નામ નથી લેવામાં આવ્યું, પરંતુ કોંગ્રેસનાં નેતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સિંધિયા સાથે કેટલાક કોંગ્રેસી નેતા આવ્યા તો હું શું કરી શકું ? આયોજન દરમિયાન ન તો કોઇ પાર્ટીનાં ઝંડા હતા અને ન તો બેનર. હું તે અહીં ચાલી રહેલ રાજનીતિનો ભોગ કારણ વગર જ બની ગયો. Recent Story

Popular Story