તમે નીચ કહ્યાં, ગધેડા કહ્યાં, ગંદી નાળીના કીડા કહ્યું, આ તેમના મોગલાઇ સંસ્કાર: PM

By : HirenJoshi 04:28 PM, 07 December 2017 | Updated : 05:28 PM, 07 December 2017
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે અને પ્રથમ તબક્કાની ચૂંટણીને લઇ આજે આચારસંહિતા લાગૂ થવાની છે. ત્યારે પીએમ મોદીએ સુરતમાં જંગી રેલી યોજી છે. જેમાં ભાજપે કરેલા વિકાસલક્ષી કાર્યો વિશે કહ્યું છે. અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.


પીએમ મોદીએ કહ્યું કે...
 • વહીવટી તંત્રની સરળતા ખાતર ગઈકાલે કાર્યક્રમ સ્થગિત કર્યો: PM
 • ઓખીના બહાને PM મોદીએ કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
 • બધા કહેતા હતા કે ઓખી આવે છે પણ આવ્યું નહીં: PM
 • ઓખીની જેમ જે લોકો કહે છે કે આવે છે એ પણ આવશે નહીં: PM
 • તમને અહીં તકલીફ પડે તો મને દિલ્લીમાં ખબર પડે: PM
 • ચર્ચા કરવી હોય તો ગુજરાતની બીજા રાજ્યો સાથે ચર્ચા કરો: PM
 • સુરત અમારા લ્હેરી લાલાઓનું શહેર છે: PM
 • સરકારમાં બેસ્યા બાદ મે જોયુ કે કોંગ્રેસે દેશનું કચ્ચરઘાણ કરી નાખ્યું છે: PM
 • અમે પાછા પડનારા નથી, ગુજરાતી ક્યારેય પણ પાછા ન પડે: PM
 • આ ચૂંટણી અમે વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહ્યાં છે: PM
 • જતના જનાર્દન મારા માલિક છે એ લોકોને હું હિસાબ આપું છું: PM
 • ગુજરાતે વિકાસનો એક નવો માપદંડ સેટ કર્યો છે: PM
 • કોંગ્રેસ જવાબ આપે કે તમારા રાજમાં તમે શું કામ કર્યુ: PM
 • કોંગ્રેસને આંકળામાં સમજ નહીં પડતી: PM
 • આજે ગુજરાતનું બજેટ એક લાખ 71 હજાર કરોડ છે: PM
 • સુરતની બદલાયે તસ્વીર એટલે વિકાસ: PM
 • આજે 1.12 લાખ કરોડ રેવન્યુ આવક છે: PM
 • PM મોદીએ કાશીરામ રાણાને યાદ કર્યા
 • કાશીરામ મેયર બન્યા પછી સુરત વિશ્વમાં ચમકતું થયું: PM
 • પહેલા લંગડી વીજળી મળતી આજે 24 કલાક વીજળી મળે છે: PM
 • પહેલા 1.75 લાખ ટ્રાન્સફોર્મર હતા અમે 12.75 લાખ ટ્રાન્સફોર્મર લગાવ્યા: PM
 • સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ કોણ આપી શકે?: PM
 • કોંગ્રેસને વિકાસનો "વ" પણ આવડતો નથી: PM
 • ગુજરાતના નાના શહેરોમાં પણ વિમાની સેવા શરૂ કરાશે: PM
 • કોંગ્રેસે આટલા વર્ષ રાજ કર્યુ પણ મધ્યમ વર્ગને પણ મકાન જોઇએ એ વિચાર ન આવ્યો: PM
 • નોટબંધી બાદ ઘરના ઘરની 9 લાખની લોન હોય તો 4% સરકાર ભોગવશે: PM
 • કોંગ્રેસ સરકારમાં 50, 60, 80 રૂપિયા પેન્શન મળતુ, અમે બધાના રૂ. 1000 પેન્શન નક્કી કર્યુ: PM
 • હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગની પ્રગતિ માટે કાર્ય કર્યું: PM
 • રાશિયાથી સીધા રફ હીરા સુરતના વેપારીઓને મળશે: PM
 • અમારો કચ્છ- કાઢીયાવાળ પાણી માટે તરસતો: PM
 • અટકાના, લટકાના અને ભટકાના એટલે કોંગ્રેસ: PM
 • GST મુદ્દે લોકોને ભટકાવવાનું કામ કોંગ્રેસ કરી રહી છે: PM
 • નર્મદા યોજનાને લટકાવી, ભટકાવી અને અટકાવવાનું કામ કોંગ્રેસે કર્યુ: PM
 • દેશની 5 લાખ શાળાઓમાં ટોયલેટ બનાવ્યાં: PM
 • કોંગ્રેસ હતાશ નિરાશ થઈ ગઈ છે: PM 
 • તમામ રાજ્યોમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ: PM
 • નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના મણિશંકર અય્યરને આપ્યો જવાબ
 • નિરાશામાં કોંગ્રેસના નેતા માન-મર્યાદા ભૂલી ચૂંક્યા છે
 • તમે મને નિચ કહ્યાં, ગધેડા કહ્યાં, ગંદી નાળીના કીડા કહ્યું: PM
 • આ તેમના મોગલાઇ સંસ્કાર છે: PM
 • ગુજરાતના સંતાનનું અપમાન 18 તારીખે મતદાન પેટી બતાવશે: PM
 • તમે મને નીચજાતિના કહ્યાં, ગધેડા કહ્યાં, ગંદી નાળીના કીડા કહ્યું: PM
 • 3 વર્ષમાં સત્તા પર છું પણ બદલાની ભાવનાથી કામ નથી કરતો: PMRecent Story

Popular Story