ફિલિપાઇન્સમાં ઓસ્ટ્રેલિયા-વિયતનામના PMને મળ્યા વડાપ્રધાન મોદી

By : HirenJoshi 08:53 AM, 14 November 2017 | Updated : 08:53 AM, 14 November 2017
મનીલાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસિયાન સમિટમાં ભાગ લેવા માટે ફિલિપાઇન્સમાં છે. મંગળવારે પીએમ મોદીએ વિયતનામના પ્રધાનમંત્રી ગુયેન જુઆમ ફક સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મૈલ્કમ ટર્નબુલ સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે સહિત અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરી છે. 

ઉલ્લેખનીય છે કે, ચીનને ઘેરવાની રણનીતિ હેઠળ ભારતની અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને વિયતનામ સાથે મુલાકાત કરવું જરૂરી છે. દક્ષિણ ચીન સાગરના મુદ્દા પર વિયતનામ અને ચીન વચ્ચે સંબંધમાં કડવાશ રહી છે. પીએમ મોદીએ ફિલીપાઇન્સના રાષ્ટ્રપતિ દુર્તતે સાથે પણ મુલાકાત કરી.Recent Story

Popular Story