મહેસાણા: PM બન્યા બાદ વડનગરની પ્રથમ મુલાકાતે પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદી વડનગર પહોંચ્યા. PM નરેન્દ્ર મોદી માદરે વતન વડનગર પહોંચતા જ ત્યાની ધરતીને વંદન કર્યા હતા. પ્રધાનમંત્રી બન્યા બાદ મોદી પ્રથમ વખત તેમના વતનની મુલાકાતે છે. જ્યા PM મોદીનું મોટી સંખ્યામાં લોકોએ સ્વાગત કર્યુ હતુ. પીએમ મોદીને આવકરવા ઢોલ નગારા સાથે સ્વાગત કરવા લોકો ઉમટયા હતા. સાથે જ પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝિલ્યુ હતુ.
જ્યાં મેડિકલ કોલેજ રાષ્ટ્રને અર્પણ કરશે. સાથે મિશન મેઘધનુષ્ય યોજનાનો શુભારંભ કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી એક જાહેરસભાને સંબોધન કરશે.
વડાપ્રધાન હેલીપેડથી મેડિકલ કોલેજ સુધી બંધ કારમાં લોકોનું અભિવાદન સ્વીકારશે. તેમને આવકારવા વડનગરને દુલ્હનની જેમ સજાવાયું છે અને છેલ્લા બે દિવસથી નગરમાં વિવિધ કાર્યક્રમ થઇ રહ્યા છે. વડાપ્રધાનની સભા અને લોકાર્પણ સુરક્ષાની દ્રષ્ટીએ નગર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે.
ઉલ્લેખનીય છે કે 7 વર્ષ બાદ PM નરેદ્ર મોદી આજે વતન વડનગરની મુલાકાતે છે. PM બન્યા બાદ તેઓ પ્રથમ વખત વતન વડનગરની મુલાકાતે છે.. તેમની આ મુલાકાતને લઇને વડનગર વાસીઓમાં અનેરો ઉત્સાહ છે. PM નરેદ્ર મોદીને આવકારવા વડનગરને દુલ્હનની જેમ સજાવાયું છે અને છેલ્લા બે દિવસથી નગરમાં વિવિધ કાર્યક્રમ થઇ રહ્યા છે. PM મોદી ગુંજા હેલિપેડ પર ઉતરાણ કરશે.
PMનું સ્વાગત ઢોલ નગારા શરણાઇ તેમજ ભુંગળ વગાડીને કરવામાં આવ્યું છે. જ્યારે વિસનગર-વડનગર હાઇવે પર ભાઇઓ અને બહેનો પરંપરાગત ડ્રેસ ધારણ કરી ગુલાબની પાંખડીઓ સ્વાગત કર્યું છે. આ ઉપરાંત આજુબાજુના ગામની અલગ અલગ સમાજની મહિલાઓ દ્વારા પરંપરાગત વેશ ધારણ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.