PM મોદી અને જાપાની PM વચ્ચે અગાસીયા હોટલમાં બેઠક

By : kavan 06:22 PM, 13 September 2017 | Updated : 07:30 PM, 13 September 2017

જાપાનના વડાપ્રધાન શિંઝો આબે તેમના ધર્મપત્ની સાથે 2 દિવસ ભારતની મુલાકાતે આવી પહોંચ્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શો કાર્ય બાદ ગાંધી આશ્રમની મુલાકત લીધી હતી. ત્યારબાદ તેઓ વિશ્વ પ્રસિદ્ધ સિદ્દી સૈયદની મસ્જિદ જોવા લાલદરવાજા પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સિદ્દી સૈયદની જાળીને યુનેસ્કો દ્વારા વિશ્વની હેરિટેજ સાઈટની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાતના મોંઘેરા મહેમાન બનેલ શિંજો આબેએ પોતાના ધર્મપત્ની સાથે આ ઐતિહાસિક સ્મારકની મુલાકાત લીધી હતી. બન્ને મહાનુભાવોએ આ જગ્યાની મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી.
 
ભારતના વડપ્રધાન અને જાપાની વડાપ્રધાને આ સ્થળની મુલાકાત લીધા બાદ અગાસીયા હોટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં બન્ને દેશના વડા વિવિધ વિષય પર ચર્ચા કરવાના છે. તાજેતરમાં મળેલ માહિતી અનુસાર આ મુલાકાત બન્ને દેશના મહાનુભાવ વચ્ચે બંધ બારણે થશે.
Recent Story

Popular Story