દુનિયાના આ સ્થળે 2 મહિના રહે છે રાત,જાણો આ સ્થળ વિશે....

By : kavan 07:19 PM, 20 February 2018 | Updated : 07:19 PM, 20 February 2018
દુનિયામાં એવી પણ એક જગ્યા આવેલી છે જ્યાં 2 મહિના સુધી માત્ર રાત જ રહે છે.આ વાત જાણીને આશ્ચર્ય થશે,પરંતુ વિશ્વમાં એક સ્થળ એવું પણ આવેલ છે જ્યાં 2 મહિના સુધી સતત રાત જ રહે છે.આ સ્થળનું નામ છે નોરિલ્સ્ક (Norilsk) આ સ્થળ રુસમાં આવેલ છે અહીં વધારે પ્રમાણમાં શિયાળાનો માહોલ હોય છે.જેમાં 2 મહિના સુધી અંધારું રહેવાને કારણે લોકો ઘરની બહાર જઇ શકતા નથી.તાજેતરમાં આવેલ એક રિપોર્ટસ પ્રમાણે અહીં 130 દિવસ સુધી બરફવર્ષા થતી રહે છે.ભારતમાં જ્યાં સમયાંતરે વાતાવરણમાં બદલાવ આવતો રહે છે તેમ આ સ્થળે માત્ર ઠંડી જ રહે છે.અહીંનું તાપમાન 10 ડિગ્રી દિવસે રહે છે.સૌથી નીચેનું તાપમાન માઇનસ 55 ડિગ્રી સુધી જાય છે.વધારે પ્રમાણમાં ઠંડી હોવાને કારણે બાળકોને હરવા-ફરવાં માંટે કોઇ જગ્યા મળતી નથી.અને મોટાભાગનો સમય ઘરમાં જ પસાર કરવો પડે છે. Recent Story

Popular Story