અત્યારે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે એક નવો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તાજેતરમાં એક સમાચારને કારણે ભારતના માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસ્વીર બતાવતી એક પોસ્ટને કારણે ભારતનું બજાર ગરમાયું છે. આ તસ્વીર બહુ મોટા પ્રમાણમા વાયરલ થઇ રહી છે. સોશ્યલ મીડિયા અને અમુક ન્યૂઝ વેબસાઈટ્સ પર વાયરલ થયેલ આ ખબરમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 સપ્ટેમ્બર 2017થી ભારતમાં પેટ્રોલની કિંમત 26 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે.
આ વાયરલ થયેલી આ ખબરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પેટ્રોલની કિંમતમાં આવનારા ભારે ઘટાડાની પાછળ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની દોસ્તીનો મોટો હાથ છે. આ ખબરને ફેસબુક ટ્વિટરથી લઈને યુટ્યુબર પર વાયરલ કરવામાં આવી રહી છે પરંતુ આ વાયરલ ખબરનું સત્ય કંઈક અલગ જ છે. વાયરલ થયેલ આ મેસેજને વી.ટીવી કોઇ પૃષ્ઠી આપતુ નથી.
આ મેસેજ અંગે સત્ય જણવા મળ્યું હતું કે ભારતે અમેરિકાથી આયાત કરેલ ક્રૂડ ઓઇલ 1 સપ્ટેમ્બરના રોજ ભારત આવી પહોંચશે તેવા સમાચાર ભારતીય અખબારોમાં છપાયા હતા પરંતુ આખી વાતને જુદી રીતે અહીં રજૂ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે 1 સપ્ટેમ્બરથી ભારતમાં પેટ્રોલ 26 રૂપિયા લીટર મળશે
ઉલ્લેખનીય છે કે હાલમાં પેટ્રોલના ભાવ 70 રૂપિયા પ્રતિલિટર છે ત્યારે અચાનક આવેલ આવી વાયરલ ખબરને કારણે લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. મોદી અને ટ્રમ્પની મિત્રતાનુ નામ આપી જાહેર માધ્યમોમાં વાયરલ થયો છે. જેના કારણે લોકોમા અચરજ થવા પામ્યુ છે.