પ્રેટ્રોલ અને ડીઝલન ભાવ રોજબરોજ વધે છે. ત્યારે વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. જે લોકોને રડાવી શકે છે. વૈશ્વિક બજારમાં ક્રુડના ભાવ વધવાને કારણે શું સ્થિતિ થશે તે અંગે જુઓ અમારો ખાસ અહેવાલ.
ભારતમાં દિનપ્રતિદીન પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થઈ રહ્યો છે. જેનાથી પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે. આ ભાવવધારાના એજન્ડા હેઠળ 2014માં મોદીએ કોંગ્રેસની સરકાર હટાવી દીધી હતી. હવે પ્રજા મોંધવારીથી ત્રસ્ત થઈ રડી રહી છે. ત્યારે એક અખબારના અહેવાલથી માહિતી મળી રહી છે કે વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલ પ્રતિ બેરલનો ભાવ 100 ડોલર થવાની શક્યતા છે.
ત્યારે ભારત અને ખાસ કરીને ગુજરાતની પ્રજા 80 રૂપિયાના ભાવે મળતા પ્રેટોલથી હેબતાઈ ગઈ છે તો જો ક્રુડ ઓઈલનો ભાવ 100 ડોલર થશે તો પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર થશે. 2012માં કાચા તેલની કિંમત ટોચ પર હતી. ત્યારે દિલ્હીમાં લીટરના 73 રુપિયામાં પ્રેટ્રોલ વેચાતું હતું.
જયારે 2014માં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ માત્ર 30 ડોલર થઈ હતી.અને 60 રૂપિયાના ભાવે પ્રેટ્રોલ મળતું હતું. વિશ્વની આર્થિક સ્થિતિ પ્રમાણે 2020માં કાચા તેલની કિંમત પ્રતિબેરલ દીઠ 270 ડોલર સુધી પહોંચી જવાની સંભાવના છે પણ હવે ધીરે ધીરે વૈશ્વિક બજારમાં ક્રુડના ભાવ વધતા બજાર પર અસર થઈ શકે છે. જેને કારણે બધા દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને જાય તો નવાઈ નહી.