ચીનનાં અલીબાબા સમૂહની નાણાંકીય કંપની Paytm આ મહીનાનાં અંત સુધી મેસેજ સેવા શરૂ કરશે જે ફેસબુક અને વોટ્સઅપને પણ ટક્કર આપશે. કંપનીનાં આ નિર્ણયથી જોડાયેલ બે સૂત્રોએ પોતાનાં નામ ન બતાવાની શરત પર કહ્યું કે તે પોતાનાં પ્લેટફોર્મ પર એક નવું ફીચર જોડશે કે જે ગ્રાહકોને ચેટીંગની સુવિધા સાથે સંગીત ફોટો અને વિડીયો શેર કરવાની સુવિધા પણ આપશે.
Paytmનાં પ્રવક્તાએ આ મુદ્દાને લઇ ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. એક સૂત્રધારીએ એવું કહ્યું કે Paytm કંપની આ મુદ્દાને લઇ ત્રણ મહિનાથી કામ કરી રહી છે. એમાંય આશ્ચર્યજનક વાત તો એ છે કે કંપની આ સુવિધા એવા સમય પર શરૂ કરવા જઇ રહી છે કે જ્યારે વોટ્સઅપ ડિજિટલ ચુકવણી વિસ્તારમાં હવે વધુ આગળ વધવા જઇ રહ્યું છે.
જુઓ સાથે વોટ્સઅપનું નવું ફીચરઃ વોટ્સઅપમાં હવે જોઇ શકાશે યુટ્યૂબ વિડીયો
આપણે જોઇએ તો હાલમાં વોટ્સઅપનાં કરોડો યૂઝર્સ છે. ફેબ્રુઆરી મહિનામાં 20 કરોડથી પણ વધુ સક્રિય યૂઝર્સ છે કે જે મહિનામાં ઓછામાં ઓછા એક વાર જ એક્ટીવ જોવાં મળે છે. પૂરા વિશ્વમાં દરરોજ અંદાજે એક અરબ લોકો વોટ્સઅપનો ઉપયોગ કરે છે.
ગયા વર્ષે નોટબંધી થયા બાદ દેશમાં Paytmનાં ઉપયોગમાં ઘણો વધારો થતો જોવા મળ્યો છે. Paytm જેવી કંપનીઓનાં માર્કેટ શેરમાં ઘણી પ્રગતિ જોવાં મળી હતી. એક રિપોર્ટ અનુસાર જોઇએ તો 2020 સુધી ભારતમાં ડિઝીટલ પેમેન્ટ દસ ગણું વધી 500 અરબ ડૉલર (અંદાજે 32 લાખ કરોડ રૂપિયા) સુધી થઇ જશે.