VIDEO: સુરતમાં પાટીદાર યુવકો ફરી બન્યા આક્રમક, પોલીસ પર ફેંક્યા ટામેટા, બે બસ સળગાવી

By : KiranMehta 11:18 PM, 12 September 2017 | Updated : 11:25 PM, 12 September 2017

સુરતના વરાછા વિસ્તારમાં પાટીદાર યુવકોએ ભાજપના યુવા મોરચાના કાર્યક્રમમાં ભારે વિરોધ નોંધાવ્યો છે. વરાછા વિસ્તારમાં ભાજપ દ્વારા યુવા વિજય સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પાટીદાર યુવકોએ પોતાનો રોષ વ્યકત કર્યો હતો. જય સરદાર, પાટીદારના સૂત્રોચ્ચાર સાથે પાટીદાર યુવકોએ વિરોધ નોંધાવ્યો હતો.

વિરોધ કરનાર પાટીદારોની અટકાયત કરવા માટે પોલીસ પહોંચી ત્યારે કેટલાક પાટીદાર યુવકોએ પોલીસ પર ટાંમેટા ફેંક્યા હતા. બે બસો સળગાવી. પોલીસે વિરોધ કરનાર કેટલાક પાટીદાર યુવકોની અટકાયત કરી છે તો સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વરાછા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.


loading...

Recent Story

Popular Story


loading...