શું હતો ઘટનાક્રમ? કેમ સુરતમાં પાટીદારોએ આક્રમક વિરોધ કર્યો? કેટલા પાટીદારો કરાઈ અટકાયત?

By : KiranMehta 04:36 PM, 13 September 2017 | Updated : 05:21 PM, 13 September 2017
સુરતના વરાછા વિસ્તારમાં પાટીદાર યુવકોએ ભાજપના યુવા મોરચાના કાર્યક્રમમાં ભારે વિરોધ નોંધાવ્યો હતો. વરાછા વિસ્તારમાં ભાજપ દ્વારા યુવા વિજય સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પાટીદાર યુવકોએ પોતાનો રોષ વ્યકત કર્યો હતો. જય સરદાર, પાટીદારના સૂત્રોચ્ચાર સાથે પાટીદાર યુવકોએ વિરોધ નોંધાવ્યો હતો. ઋત્વિજ પટેલની સભામાં હંગામો થયા બાદ કાર્યક્રમમાં પાટીદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે ભીડ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ કરી સ્થિતી પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ વિફરેલા પાટીદારો દ્વારા 2 BRTS બસને આગ ચાપવાની સાથે વરાછા અને સરથાણા વિસ્તારના BRTS બસ સ્ટેશન પણ તોડી નાખ્યા હતા. તેમજ પુણા વિસ્તારમાં એક સરકારી ઇમારતને પણ નુકસાન થયું હતું. ઉગ્ર થયેલા પાટીદારોએ જોતજોતામાં બેકાબૂ થતા તંગદિલી સર્જાઈ હતી. અને પોલીસે ટોળાને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવા ઉપરાંત તેમજ ટીયર ગેસ છોડયા હતા. તેમજ 30 થી વધુ જેટલા પાસ કન્વીનર સહિત લોકોની અટકાયત પણ કરી હતી.  

ઋત્વિજ પટેલની સભા પાસ કન્વીનરના વિરોધ બાદ પણ શરૂ રહી હતી. જે સભામાં પણ પાસના કાર્યકર્તા ભાજપનો ખેશ પહેરી પહોચી ગયા હતા, અને ઋત્વિજ પટેલના ભાષણ વખતે જય સરદાર અને જય પાટીદાર ના નારા લગાવી વિરોધ કર્યો હતો. જ્યાં ભાજપના યુવામોરચા ના કાર્યકરો  અને પાસના કાર્યકરો વચ્ચે પણ મારામારીના દ્રશ્યો સર્જાય હતા. પાસના તમામ કાર્યકરોને પાટીદાર વિસ્તારથી દૂરના પોલીસ મથકોમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા રામ ધૂન કરી તમામને છોડી દેવાની માંગણી કરી હતી. દરમિયાન ઋત્વિજ પટેલ સુરતની બહાર નીકળી ગયા બાદ તમામ પાસના યુવાનોને પોલીસે છોડી મુકયા હતા. જ્યાં બહાર નિકળતાજ સુરત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા દ્વારા ભાજપના તમામ કાર્યક્રમોનો વિરોધ કરવાનનું એલાન કર્યું હતું.  
 
 • શું હતો ઘટનાક્રમ ?
 • ભાજપ દ્વારા વિજય ટંકાર યુવા સંમેલનનું આયોજન
 • પાટીદાર વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ
 • કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં હતો પોલીસ બંદોબસ્ત
 • PAAS કન્વીનર અલ્પશ સહિતના કાર્યકરોની અટકાયત
 • વિરોધ કરવા છતાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો
 • વિરોધ ડામવા પોલીસે પાટીદારો પર કર્યો લાઠીચાર્જ
 • પોલીસ પર ટામેટા ફેંકવામાં આવ્યા
 • પોલીસે PAAS કાર્યકરોની અટકાયત કરી
 • અટકાયત બાદ વરાછામાં BRTS બસમાં આગ ચાંપી
 • હીરાબાગ સર્કલ પાસે બીજી બસમાં આગ ચાંપવામાં આવી
 • હીરાબાગ પાસે બસ સ્ટેશનમાં પણ કરી તોડફોડ
 • ઋત્વિજ પટેલના ભાષણ દરમિયાન પણ વિરોધ કરાયો
 • ભાજપના કાર્યકરો અને PAAS કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું
 • કાપોદ્રા, સરથાણા, સીમાડા, પુણામાં પાટીદારોએ કર્યો દેખાવો
 • સીમાડા, સરથાણામાં BRTS બસ પર કર્યો પથ્થરમારો
 • ટોળાએ બસ સ્ટેન્ડમાં કરી તોડફોડ
 • પુણા વિસ્તારમાં સરકારી ઈમારતોને બનાવી ટાર્ગેટ
 • અટકાયત કરાયેલા કાર્યકરોને ઉમરા પોલીસ મથક લઈ જવાયા
 • કોંગ્રેસ અને પાટીદારોએ પોલીસમથકનો ઘેરાવો કર્યો
 • અટકાયત કરાયેલા યુવાનોને છોડવાની કરી માગણી
 • ઋત્વિજ પટેલ સુરત બહાર પહોંચ્યા બાદ કાર્યકરોને છોડી દેવાયા
 • ભાજપના તમામ કાર્યક્રમોમાં વિરોધ નોંધાવવા અલ્પેશની જાહેરાત
 • રાત્રી દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી
 • STની તમામ બસોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યાRecent Story

Popular Story