ભારતનાં 100માં ઉપગ્રહ લોન્ચિંગથી પાકિસ્તાનમાં ખળભળાટ

By : admin 09:05 PM, 12 January 2018 | Updated : 09:05 PM, 12 January 2018
ભારત તરફથી 100માં સેટેલાઇટનાં સફળ લોન્ચિંગથી પાકિસ્તાનમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આતંકવાદને સાથ આપનાર આરોપનો સામનો કરનાર પાકિસ્તાન દેશ ખુલ્લેઆમ સીનાજોરી કરવા લાગ્યો છે. પાકિસ્તાન તરફથી ભારતની સફળતાનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનનું એવું કહેવું છે કે,"ભારતની આ પહેલથી અન્ય દેશોની સાથે ક્ષેત્રીય અસ્થિરતા પેદા થશે."

સૂત્રોનાં જણાવ્યા અનુસાર પાકિસ્તાનનાં વિદેશ મંત્રી ડૉ. મોહમ્મદ ફૈસલે કહ્યું કે,"પૃથ્વીનાં નિરીક્ષણવાળો સેટેલાઇટ દ્વિપક્ષીય પ્રકૃતિ ધરાવનાર છે કે જેનો ઉદ્દેશ્ય અસૈન્ય કરાર જાહેર કરવામાં આવેલ હોય પરંતુ ભારત આનો ઉપયોગ સૈન્ય મદદ માટે પણ કરી શકે છે."

પાકિસ્તાને જણાવ્યું કે દરેક દેશોને અંતરિક્ષમાં ટેક્નિકનો ઉપયોગ કરવાનો હક છે પરંતુ દ્રિપક્ષીય પ્રકૃતિનાં રસ્તા પર ચાલવું હીતાવહ નથી. પછી ભલે ભારત સૈન્ય ક્ષમતાને આનાથી દૂર રાખવામાં આવે પરંતુ ક્ષેત્રીય સ્થિરતા પર નકારાત્મકતા જરૂરથી આવશે.Recent Story

Popular Story