પાકિસ્તાન મરીન દ્વારા ફરી એક વખત નાપાક હરકત, 11 બોટ સાથે 60 માછીમારોનું અપહરણ

By : krupamehta 09:49 AM, 15 December 2017 | Updated : 09:52 AM, 15 December 2017
પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ ફરી એકવાર નાપાક હરકત કરી છે. પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ સૌરાષ્ટ્રની 11 બોટ સાથે 60 જેટલા માછીમારોનું અપહરણ કર્યું છે. 

આંતરરાષ્ટ્રીય જળસીમાએ બુધવારે રાત્રે 6 બોટનું અપહરણ કરવામાં આવ્યું. જ્યારે ગુરુવારે વહેલી સવારે 5 બોટનું અપહરણ કરાયું છે. 

નોંધનીય છે કે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અવારનવાર ભારતીય દરિયાઈ જળસીમામાં ઘુસણખોરી કરીને મોટી માત્રામાં બોટો ઉઠાવી જવામાં આવે છે અને તેનો સીલસીલો હજુ પણ અટક્યો નથી. એક બાજુ ડીઝલ-વેટ સહિત અનેક પ્રશ્ને માછીમારી ઉદ્યોગ પાયમાલીના પંથે છે ત્યારે અધુરામાં પુરૃ પાક. મરીન સિક્યુરિટી એજન્સી પણ બોટો ઉઠાવવાનો સીલસીલો યથાવત રાખતું હોવાથી પાક.ના કબ્જામાંથી બોટો છોડાવવા માટે પણ સરકારે ગંભીર બનવું જરૂરી છે.
  • પાકિસ્તાન મરીન એજન્સીની ચાંચીયાગીરી ફરી શરૂ
  • સૌરાષ્ટ્રની 11 બોટ સાથે 60થી વધુ માછીમારોના અપહરણ
  • આંતરરાષ્ટ્રીય જળસીમાએ બુધવારે રાત્રે છ બોટનું થયું અપહરણ
  • ગુરૂવારે વહેલી સવારે 5 બોટનું કરાયું અપહરણRecent Story

Popular Story