રેશમા પટેલ અને વરુણ પટેલ આંચકાજનક રીતે ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં PAASને વધુ એક મોટો ફટકો પડયો છે. ઉત્તર ગુજરાત PAAS કન્વીનર નરેન્દ્ર પટેલ પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાવાની તૈયારી કરી ચૂક્યા છે.
ભાજપમાં જોડાવા માટે નરેન્દ્ર પટેલ કાર્યકર્તાઓ સાથે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પહોંચ્યા છે. એક પછી એક પાસ કન્વીનરો ભાજપમાં જોડાતાં એન્ટી ઈન્કમબન્સીનો સામનો કરી રહેલા ભાજપને થોડી રાહત મળી છે.
જો કે આમ પણ PASSમાં જ હોવા છતાં નરેદ્ર પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે તાલમેલનો અભાવ જગજાહેર હતો. નરેન્દ્ર પટેલ પાટણમાં મારામારી બાબતે હાર્દિક પટેલ સામે નરેન્દ્ર પટેલે ફરિયાદ પણ નોંધાવી હતી.
PAASને વધુ એક ફટકો
PAASના વધુ સભ્યો ભાજપમાં જોડાશે
ઉત્તર ગુજરાત PAAS કન્વીનર નરેન્દ્ર પટેલ ભાજપમાં જોડાશે
PAASના અન્ય કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે
નરેન્દ્ર પટેલ કાર્યકર્તાઓ સાથે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પહોંચ્યા
નરેન્દ્ર પટેલે હાર્દિક પટેલ સામે નોંધાવી હતી ફરિયાદ