ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યાને લઈને ઈન્ટરનેટ અને મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને કન્ટાર આઇએમઆરબીએ 'ઈન્ટરનેટ ઇન ઇન્ડિયા 2017' નામનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે. આ અહેવાલ મુજબ ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા જૂન 2018 સુધી 50 મિલિયનની સંખ્યાને પાર કરશે. અહેવાલોને ધ્યાનમાં રાખીયે તો ફક્ત 30% મહિલાઓ (14.3 મિલિયન) જ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે જ્યારે ડિસેમ્બર 20l7માં ભારતમાં ઈન્ટરનેટ યુઝરોની કુલ સંખ્યા 481 મિલિયન એટલે 48.1 કરોડ હતી.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે સ્માર્ટફોન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં 87% લોકો ઇન્ટરનેટનો સ્માર્ટફોન પર ઉપયોગ કરે છે જ્યારે શહેરી વિસ્તારમાં ઈન્ટરનેટ યુઝરોની સંખ્યા 86% છે.
એક રિપોર્ટ અનુસાર 918 મિલિયન લોકોમાંથી 91.8 મિલિયનની ગ્રામીણ વસ્તી છે. 186 મિલિયન લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે જ્યારે 455 કરોડ (45.5 કરોડ) શહેરી વસ્તી છે. 295 મિલિયન (29.5 કરોડ) લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આમાં કુલ 30% જ મહિલાઓ છે (ગ્રામીણ અને શહેરી વસ્તી).