બીજા તબક્કાના 47 ઉમેદવારોની યાદીને લઇને ભાજપમાં મનોમંથન

By : krupamehta 11:36 AM, 23 November 2017 | Updated : 11:36 AM, 23 November 2017
ગાંધીનગર: ભાજપમાં તેમના બાકી રહેલા 47 ઉમેદવારોને લઇને બેઠકનો દોર ચાલુ છે. બીજા તબક્કાના 47 ઉમેદવારોના નામ પર ચર્ચા ચાલી રહી છે.  25 નવેમ્બર પહેલા બાકી રહેલા ઉમેદવારોના નામ જાહેર થઇ શકે છે. કેમ કે 27 નવેમ્બર અને સોમવાર ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. 

હાલ અમિત શાહ અને પ્રદેશ પ્રભારી ભુપેદ્ર યાદવ દિલ્લીની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેદ્ર મોદી અને રાષ્ટ્રીય નેતાઓ સાથે ઉમેદવારો અંગે ચર્ચા કરાશે. ચૂંટણી માટે બીજા તબક્કાના ઉમેદવારોના નામને લઇને ચર્ચા કરાશે. ભાજપના બાકી રહેલા 47 બેઠકોના ઉમેદવારો નામ પર ચર્ચા કરાશે. ભાજપ 25 નવેમ્બર પહેલા બાકી રહેલા ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. 

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે બધા પક્ષો પોત-પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ભાજપે પ્રથમ, બીજી અને ત્રીજી યાદીમાં ઉમંદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં 28 બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરી છે એટલે કે કુલ 134 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે બાકીના 47 બેઠકોના ઉમેદવારોની યાદીને લઇને મનોમંથન થયું છે. Recent Story

Popular Story