ખનીજ તેલની કિંમતોમાં શુક્રવારે ફરીએકવાર તેજી જેવા મળી હતી. એક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ ખનીજ તેલની કિંમતમાં 2 વર્ષના ઉચ્ચ સ્તરથી નીચે આવી હતી. જો કે એક માહિતી અનુસાર ડોલર નબળો પડવાને કારણે ખનીજ તેલની કિંમતમાં વધારો નોંધાયો હતો.
ન્યુયોર્ક મર્કંટાઇલ એક્સચેંજમાં ખનીજ તેલ 1.31 ડોલરની મજબુતી સાથે 56.55 ડોલર પ્રતિ બેરલ થયો હતો. જ્યારે લંડન ICI ફ્યુચર્સ એક્સચેન્જ પર બ્રેંન્ટ ક્રુ઼ડ 1.36 ડોલરના વધારા સાથે 62.72 ડોલર પ્રતિબેરલ થવા પામ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વિશ્વ બજારમાં થયેલ આ ઉથલ પાથલની અસર ભારતીય બજારો પર પણ પડવાની પુરી શક્યતા છે જેના કારણે પેટ્રોલના ભાવમાં વધોરો થઇ શકે છે.