પી.ચિદમ્બરે રજૂ કરેલા બજેટથી હવે રેસ્ટોરન્ટમાં જમવાનું મોઘુ થયું છે.. એસી રેસ્ટોરન્ટને ટેકસના દાયરમાં આવરી લેતા હવે રેસ્ટોરન્ટમાં જમવાનું મોઘુ થઈ ગયું છે.. જયારે સિગારેટ પર 18 ટકા એકસાઇ{ ડયુટી નાંખવામાં આવી છે.. તો SUV ગાડીઓ પરની એકસાઈ{ ડયુટી 3 ટકા વધારીને 30 ટકા કરવામાં આવી છે.. જયારે મોંઘા બાઈક પરની એકસાઇ{ ડયુટી 75 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવી આવતા વિદેશી કાર અને બાઈક મોંઘા બન્યાં છે.. જયારે 2 હજારથી વધુની કિંમતના મોબાઈલ પણ મોઘા બની ગયા છે.. તો એક તરફ ટીવી જોવા માટે સેટ ટોપ બોક્ષ ફરજીયાત બનતાં જાય છે.. ત્યાં બીજી તરફ સેટ ટોપ બોક્ષને પણ ટેકસના દાયરામાં આવરી લેવામાં આવતાં મોંઘા બની ગયા છે.. તો ઘર અને અન્ય કામમાં વપરાતા માર્બલ પણ મોંઘા બન્યાં છે.. તો સુતરાઉ કાપડ રેડીમેઈડ કપડા કાર્પેટ કિંમત પથ્થર અને હીરા સસ્તાં થશે...