કચ્છના ગાંધીધામ આદિપુર અને મુંદ્રામાં થયેલી ચોરીનો ભેદ કચ્છ LCBએ ઉકેલી નાખ્યો છે. કચ્છ LCBએ બાતમીના આધારે આદિપુરમાં રહેતા રાજેશ ઠક્કરના ઘરે રેડ કરી હતી ત્યારે પોલીસને ચોરીના 8 બાઇક મળી આવ્યા હતા. જેથી પોલીસે રાજેશની આકરી પુછપરછ કરતા તેણે આ તમામ બાઇક ચોરીના હોવાનું કબલ્યું હતું. ત્યારે પોલીસે રાજેશની ધરપકડ કરી હતી અને તમામ બાઇક કબ્જે કર્યા હતા. આરોપીની પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલા તેણે ગાંધીધામ મુંદ્રા અને આદિપુરમાંથી આ તમામ બાઇકની ચોરી કરી હતી ત્યારે હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.