સની લિયોનીના આઇટમ નંબર્સની વાત કરીએ અથવા તો તેના ડાન્સ નંબર્સનીતમામ એકદમ સુપરહિટ હોય છે. આ વખતે સની લિયોની એક્ટર અને પ્રોડ્યુસર અરબાઝ ખાનની ફિલ્મ 'તેરા ઇન્તઝાર'માં લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર પહેલા જ રિલીઝ થઈ ચૂક્યું છે. હાલમાં જ આ ફિલ્મનું સોંગ 'બાર્બી ગર્લ' રિલીઝ કરવામાં આવ્યુ છે.
આ સોંગમાં સની ધમાકેદાર અંદાજમાં જોવા મળી રહી છે. આ સોંગને રાજ આશૂએ કમ્પોઝ કર્યું છે અને સોંગના લિરિક્સ સબ્બીર અહમદે લખ્યા છે. આ સોંગને સ્વાતિ શર્માએ ગાયું છે. આ સોંગમાં સની લિયોની બાર્બી ગર્લના લુકમાં જોવા મળશે.
આ ફિલ્મમાં સની લિયોની અને અરબાઝ ખાન સિવાય આર્ય બબ્બરસુધા ચંદ્રન અને સલિલ અંકોલા જેવા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. આ પહેલા સની 'જિસ્મ 2' 'રાગિની એમ.એમ.એસ 2' અને 'વન નાઇટ સ્ટેન્ડ' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.