ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય ના હોવી જોઇએ આ ચીજો

By : krupamehta 04:55 PM, 12 November 2017 | Updated : 04:55 PM, 12 November 2017
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાઓનું વિશેષ મહત્વ હોય છે કારણ કે આ જ સ્થાનથી સૌથી પહેલા સકારાત્મક ઊર્જા અને ભગવાનની વિશેષ કૃપા આપણને પ્રાપ્ત થાય છે. ઘરના મુખ્ય દરવાજાની આસપાસ એવી કેટલીક ચીજો રાખવાથી બચવું જોઇએ જે આપણા ભાગ્યને નુકસાન પહોંચાડે છે. 

મોટાભાગે લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજાને સજાવવા માટે ગણા પ્રકારના છોડ લગાવે છે. એવામાં કેટલાક લોકો મુખ્ય દરવાજાની પાસે કાંટાવાળા છોડ લગાવી દે છે એવું કરવાથી હંમેશા બચવું જોઇએ. આ છોડમાં નકારાત્મક ઊર્જાનો વાસ હોય છે અને ઘરનાં આવતી સકારાત્મક ઊર્જાને રોતે છે. 

ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય પણ ટૂટેલા પલંગ અથવા ખુરશી રાખવી જોઇએ નહીં. એવી માન્યતા છે કે દરવાજા પાસે ટૂટેલા પલંગ અને ખુરશી રાખવાથી ઘરમાં અશાંતિનો વાસ હોય છે. 

ઘરના મુખ્ય દરવાજાની આસપાસ ગંદકી ના હોવી જોઇએ ના કરોળીયાનું જાળું હોવું જોઇએ. ઘરના મુખ્ય દરવાજાની આસપાસ દેવી-દેવતા ઘરમાં પ્રવેશ કરતાં નથી. 

મોટાભાગે લોકો ઘરની અંગર પ્રવેશ કરતી વખતે મુખ્ય દરવાજાની આસાપસ જૂતા-ચંપલ ઉતારીને મૂકી દે છે. એવું કરવાથી ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરતી નથી અને હંમેશા ઘરમાં વિવાદ પેદા થતો રહે છે. Recent Story

Popular Story