ડોનાલ્ડ ટ્રમ્પે જેરૂસેલમને જાહેર કર્યુ ઇઝરાયલનું પાટનગર

By : juhiparikh 11:44 AM, 07 December 2017 | Updated : 11:44 AM, 07 December 2017

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  વિરોધોને ધ્યાનમાં ના રાખીને બુધવારે મોડી રાતે જેરૂશલમને ઈઝરાયલની રાજધાની બનાવવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પના આ નિર્ણય પહેલાંજ અરબી દેશોમાં તેનું વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. તુર્કી, સીરિયા, મિસ્ર. સાઉદી અરબ, જોર્ડન, ઈરાન સહિત 10 ગલ્ફ દેશોએ આ વિશે અમેરિકાને વોર્નિંગ આપી છે. ચીન, રશિયા, જર્મની વગેરે દેશોએ કહ્યું છે કે, ટ્રમ્પના આ નિર્ણયના કારણે તણાવ વધશે.

ટ્રમ્પની આ જાહેરાત કર્યા બાદ આતંકી સંગઠન અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટને અમેરિકા પર હુમલો કરવાની ધમકી આપી છે.આ ધમકી ટ્વીટ કરીને આપવામાં આવી છે અમેરિકાની SITE ઈંટેલ ગ્રુપને આ ધમકી આપવામાં આવી છે..

ટ્વીટ કરીને લખવામાં આવ્યુ છે કે, જેરૂશલમને ઈઝરાયલની રાજધાની જાહેર કર્યા બાદ આતંકીઓ દ્વારા અમેરીકાને નિશાન બનાવવામાં આવશે અને દુનિયાને આ મુદ્દે આતંકીઓના તરફથી એક મોટા અભિયાન માટે તૈયાર રહેવુ જોઈએ.. આ ઉપરાંત આતંકીઓના સમર્થકો દ્વારા પણ અનેક ભાષાઓમાં ટ્વીટ પોસ્ટ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને  આતંકી સંગઠન અલકાયદાએ મુસ્લમાનોને ઓસામા બિન લાદેન અને ફિલિસ્તાન નેતાઓના નિવેદન પર આ મામલે આગળ આવવા માટે રજૂઆત કરી છે.
Recent Story

Popular Story