આજે સશસ્ત્ર સેના દિવસ, શહીદોના સન્માનમાં લગાવ્યા તિરંગા

By : krupamehta 12:06 PM, 07 December 2017 | Updated : 12:30 PM, 07 December 2017
7 ડિસેમ્બરે સશસ્ત્ર સેના ઝંડા દિવસ મનાવવામાં આવે છે. 'સશસ્ત્ર સેના ઝંડા દિવસ' દેશની સેના પ્રત્યે સમ્માન પ્રકટ કરવાના દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ એ સૈનિકો માટે એકજૂથ દેખાડવાનો દિવસ છે. સાથે સેનામાં રહીને માત્ર સીમાઓની રક્ષા નહીં પરંતુ આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ સાથે મુકાબલો કરીને શાંતિ સ્થાપિત કરીને પોતાનો જીવ દેશ માટે ન્યોછાવર કરી દીધો. ઝંડા દિવસ 7 ડિસેમ્બર 1949થી ભારતીય સેના દ્વારા દરેક વર્ષે મનાવવામાં આવે છે. 

સશસ્ત્ર ઝંડા દિવસ દેશની સુરક્ષામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારના લોકોને કલ્યાણ માટે મનાવવામાં આવે છે. ,આ દિવસે ઝંડાની ખરીદીથી એકત્રિત થયેલા રૂપિયાને શહીદ સૈનિકોના આશ્રિતોને કલ્યાણમાં ખર્ચ કરવામાં આવે છે.

સશસ્ત્ર ઝંડા દિવસ દ્વારા જમા થયેલી રકમ યુદ્ધ વીરાગનાઓ, સૈનિકોની વિધવાઓ, દિવ્યાંગ સૈનિગક અને એમના પરિવારના લોકોના કલ્યાણ પર ખર્ચ કરવામાં આવે છે. એ આ પ્રસંગે કેન્દ્રીય સૈનિક બોર્ડની સચિવ એમ એચ રિઝવી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આર્મ્ડ ફોર્સેસ ફ્લેગ બેચ પહેરાવ્યો. 

જણાવી દઇએ કે રક્ષામંત્રી નિર્મલા સીતારમણે દેશના લોકોને સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા 'આર્મ્ડ ફોર્સેસ વીક' માં બેચ વગાવવા અને વેલફેર ફંડમાં યોગદાન આપવાની અપીલ કરી હતી. જેમાં એમને કહ્યું દરેક દેશવાસીઓ 7 ડિસેમ્બર 2017 સુધી ત્રણ સેવાઓને પ્રતિનિધિત્વ કરનાર ઝંડાને પોતાની વેશભૂષા પર ધારણ કરીને ગર્વની ભાવના પ્રદર્શિત કરી શકે છે. Recent Story

Popular Story